લોકસભામાં ત્રિપલ તલાક બિલ થયુ રજૂ, કોંગ્રેસે કર્યો બિલનો વિરોધ

Updated: Jun 21, 2019, 14:41 IST | નવી દિલ્હી

મોદી સરકાર આવ્યા બાદ સંસદના સત્રનો આરંભ થઈ ગયો છે. જેમાં ત્રિપલ તલાક બિલ રજૂ કરવામાં આવ્યું છે.

લોકસભામાં ત્રિપલ તલાક બિલ થયુ રજૂ
લોકસભામાં ત્રિપલ તલાક બિલ થયુ રજૂ

લોકસભામાં શુક્રવારે ત્રિપલ તલાક બિલ રજૂ કરવામાં આવ્યું. કોંગ્રેસને આ બિલનો વિરોધ કર્યો. AIMIMના નેતા અસદુદ્દીન ઓવૈસીએ આ બિલનો વિરોધ કરતા કહ્યું કે આ બિલ આર્ટિકલ 14 અને 15નું ઉલ્લંઘન છે. ત્રિપલ તલાક પર લાવવામાં આવેલું આ બિલ મુસ્લિમ મહિલાઓના હકમાં નથી.ત્યારે કાયદામંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે આ બિલ કાયદાકીય પ્રક્રિયા અંતર્ગત લાવવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે આ બિલ મુસ્લિમ મહિલાઓને હિત માટે ખૂબ જ જરૂરી છે.

ઓવૈસીએ કહ્યું કે ત્રિપલ તલાક પર સુપ્રીમ કોર્ટના નિર્ણયથી સાફ છે કે જો કોઈ શખ્સ એક સમયમાં ત્રણ તલાક આપે છે તો તે લગ્ન નહીં તૂટે. એવામાં બિલમાં જે ભલામણ છે, તેમાં પતિ જેલ ચાલ્યો જશે અને તેણે 3 વર્ષ જેલમાં રહેવું પડશે. એવામાં મુસ્લિમ મહિલાને ભરણ-પોષણ માટે પૈસા કોણ આપશે? તમે(સરકાર) આપશો?

ઓવૈસીએ કહ્યં કે તેમને મુસ્લિમ મહિલાઓ પ્રત્યે આટલો પ્રેમ છે. કેરલની હિંદૂ મહિલાઓ માટે કેમ નથી. કેમ તમે સબરીમાલાના નિર્ણયની વિરુદ્ધમાં છો? આ ખોટું થઈ રહ્યું છે.

ઓવૈસી પહેલા કોંગ્રેસના નેતા શશિ થરૂરે સદનમાં કહ્યું કે હું આ બિલને રજૂ કરવાનો વિરોધ કરું છું. તેમણે કહ્યું કે હું ત્રણ તલાક બિલનું સમર્થન નથી કરતો, પણઆ બિલના વિરોધમાં છું. થરૂરે કહ્યું કે આ બિલ સંવિધાનની વિરુદ્ધમાં છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK