PM મોદીએ આપ્યો ઈન્ટરવ્યૂ- કહ્યું દેશની જનતા ભાજપને આપશે બહુમતિ

29 March, 2019 09:36 AM IST  |  નવી દિલ્હી

PM મોદીએ આપ્યો ઈન્ટરવ્યૂ- કહ્યું દેશની જનતા ભાજપને આપશે બહુમતિ

લોકસભા ચૂંટણી પહેલા PM મોદીનો ઈન્ટરવ્યૂ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ચૂંટણીના પ્રચાર દરમિયાન વિપક્ષ પર હુમલો ચાલુ જ છે. આ દરમિયાન એક ખાનગી ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં વડાપ્રધાન મોદીએ ફરી કોંગ્રેસ પર ફરી હુમલો કર્યો છે. આ ઈન્ટરવ્યૂમાં PM મોદીએ લોકસભા ચૂંટણી 2019, રાફેલ સોદો, ચૂંટણીની આચાર સંહિતાનું ઉલ્લંઘન જેવા મુદ્દાઓ પર વાત કરી. વડાપ્રધાન મોદીએ કહ્યું કે વિપક્ષે હવે 2014ની તૈયારીઓ કરવી જોઈએ, કારણ કે 2019 લોકસભા ચૂંટણી માટે જનતાએ મન બનાવી લીધું છે. તેમણે કહ્યું કે જનતા જો વિપક્ષના તમામ નિવેદનોને ભેગા કરીને જુએ તો તે નિર્ણય લઈ શકશે કે આ લોકોના હાથમાં ક્યારેય દેશની સત્તા ન જવા દેવી જોઈએ.

પુલવામા હુમલા પર વિપક્ષના આરોપો પર વડાપ્રધાન મોદીએ કહ્યું કે પુલવામા હુમલા સમયે હું ઉત્તરાખંડમાં હતું. એ સમયે ત્યાં ભારે વરસાદ પડી રહ્યો હતો. ત્યાં મારી એક રેલી હતી તેને મે ફોનથી સંબોધિત કરી. પરંતુ આ આવડી મોટી રેલીમાં આવા મોટા અહેવાલોની ચર્ચા નથી કરવામાં આવતી. આવી સ્થિતિમાં ખૂબ જ સંતુલિત વ્યવહાર કરવાનો હોય છે, જો તેને કોઈ રાજનીતિનો મુદ્દો બને છે તે મોટી રાજનૈતિક અણસમજ છે. પુલવામા બાદ મારું માનવું હતું કે આવા સમયે દેશની આશાને અનુસાર અમારો વ્યવહાર હોવો જોઈએ. હવે બહુ થયું એટલે જ મેં કહ્યું કે સેનાને આના પર કાર્રવાઈ કરવા માટે ખુલ્લી છૂટ છે.

વિપક્ષનું મહાગઠબંધન બનાવવાના પ્રયાસો પર પીએમ મોદીએ કહ્યું કે, 'આ સમયે જો સાચી રીતે જોવામાં આવે તો, વિપક્ષ પાછળના વર્ષો કરતા ઓછો એકજૂટ છે, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ અને કેરલ જેવા રાજ્યો તેના ઉદાહરણ છે. મોટાભાગના રાજ્યોમાં વિપક્ષ એકજૂટ નથી. અને દેશના લોકોએ પણ મન બનાવી લીધું છે કે ભાજને પૂર્ણ બહુમતિ આપવાની છે. એવામાં વિપક્ષ પાસે ચૂંટણી બાદ એકજૂટ થવાનો મોકો નહીં હોય. એવામાં મહાગઠબંધનનું ગણિત કામ નહીં કરે. ' તેમણે કહ્યું કે સરકાર ચલાવવા માટે પૂર્ણ બહુમતિ મહત્વનું છે. પરંતુ દેશ ચલાવવા માટે સર્વસહમતિ જરૂરી છે.

વિપક્ષે વડાપ્રધાન મોદી પર આરોપ લગાવ્યો હતો કે તેમની પાસે 250 જોડી કપડા છે. આ સવાલ પર તેમણે કહ્યું કે 250 જોડી કપડા રાખવાનો આરોપ લગાવ્યો પણ 250 જોડી કપડા 250 કરોડની સારા છે.

આ પણ વાંચોઃ ડાયરીની મોંકાણઃ દેશના પૂર્વ CMની ડાયરી ખોવાયેલી ડાયરી મળી આવતા ચકચાર

શું લોકસભા ચૂંટણી 2019માં નરેન્દ્ર મોદીને કોઈ મોટા નેતા ટક્કર આપી શકે છે? આ મામલે ચુટકી લેતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે , 2024માં જનતા સામે આ વિકલ્પ હોય શકે. 2019માં તો જનતા સામે કોઈ વિકલ્પ જ નથી. દેશની જનતા કોઈ બીજા તુલનાત્મક ચહેરાની શોધમાં જ નથી. મારું માનવું છે કે ચૂંટણીના કેન્દ્રમાં મતદાતા હોય છે, કારણ કે મતદાતાઓની આશાઓ પૂર્ણ કરવા માટે જ રાજનૈતિક દળની ચૂંટણી કરવાની હોય છે.

narendra modi Loksabha 2019 bharatiya janata party congress