PM મોદી G-20 સમ્મેલન માટે પહોચ્યા જાપાન, ઍરપોર્ટ પર ગૂજ્યું મોદીનામ

27 June, 2019 10:01 AM IST  | 

PM મોદી G-20 સમ્મેલન માટે પહોચ્યા જાપાન, ઍરપોર્ટ પર ગૂજ્યું મોદીનામ

ઍરપોર્ટ પર ગૂજ્યું મોદીનામ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી G-20(G-20 Osaka summit)માં ભાગ લેવા જાપાનના ઓસાકા પહોચ્યા છે. આ પહેલા ઓસાકા ઍરપોર્ટ પર પીએમ મોદીનું ધમાકેદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. ઍરપોર્ટ પર પીએમ મોદીનું ધમાકેદાર સ્વાગત કરાયું હતું. ઍરપોર્ટ પર હાજર ભારતીય સમુદાયના લોકોએ મોદી-મોદી અને ભારત માતાની જયના નારા લગાવ્યા હતા. પીએમ મોદીએ તેમને જોવા આવેલા બાળકો સાથે મુલાકાત કરી હતી.

પીએમ મોદી આજે જાપાનના વડાપ્રધાન શિન્જો આબે સાથે મુલાકાત કરશે. બન્ને દેશો વચ્ચેના સંબંધોને લઈને ચર્ચા થશે. વિદેશ મંત્રાલય અનુસાર પીએમ મોદી જાપાનના શિન્જો આબે સાથે સાથે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે પણ મુલાકાત કરશે. પીએમ મોદી બ્રિક્સ દેશોના રાષ્ટ્ર પ્રમુખો સાથે પણ બેઠક કરશે

જાપાનના પ્રવાસ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, તેમના એજન્ડામાં મહિલા સશક્તિકરણ, આર્ટિફિશયલ ઈન્ટિલિજેન્સ અને આતંકવાદ સામે લડવા જેવા મહત્વના મુદ્દે ચર્ચા કરવામાં આવશે. G-20 સમ્મેલનમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ ઓસાકા માટે રવાના થઈ ચૂક્યા છે. ભાજપના બીજીવાર સત્તા પર આવ્યા પછી પીએમ મોદી અને ટ્રમ્પ વચ્ચે આ પહેલી મુલાકાત હશે. પીએમ બન્યા પછી ટ્રમ્પે ફોન પર પીએમ મોદીને શુભેચ્છા પાઠવી હતી.

આ પણ વાંચો: ગુજરાતમાંથી 87.49 લાખની 12,371 ફેક કરન્સી ઝડપાઈ

G-20માં પીએમ મોદી છઠ્ઠી વાર ભાગ લેવા જઈ રહ્યા છે. આ સમ્મેલનમાં ટ્રેડવૉર પણ મહત્વનો પ્રશ્ન બની રહેશે. ટ્રેડવૉરને લઈને ભારત પણ ચિંતામાં જોવા મળી રહ્યું છે. અમેરિકા ચીન સિવાય ભારત સાથે પણ ટ્રે઼ડવૉર કરી રહ્યું છે. અમેરિકા ઈચ્છે છે કે, ભારત અને ચીનથી આવનારા સામાન પર કોઈ પણ પ્રકારનો ટેક્સ લગાવવામાં આવે નહી. G-20 સમિટમાં બીજા અન્ય મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે

narendra modi gujarati mid-day