ગુજરાતમાંથી 87.49 લાખની 12,371 ફેક કરન્સી ઝડપાઈ

Updated: Jun 27, 2019, 13:47 IST | અમદાવાદ

સમગ્ર દેશમાં ગુજરાતમાંથી સૌથી વધુ ૫૦૦-૧૦૦૦ની પ્રતિબંધિત નોટો ઝડપાઈ

ફૅક કરન્સી
ફૅક કરન્સી

૨૦૧૬ની ૮ નવેમ્બરે પીએમ મોદીએ ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની ચલણી નોટો પર પ્રતિબંધ મૂકી નોટબંધીની જાહેરાત કર્યા બાદ પણ ગુજરાતમાંથી સતત પ્રતિબંધિત અને ફેક ચલણી નોટો ઝડપાઈ રહી છે. નૅશનલ રેકૉર્ડ ક્રાઇમ બ્યુરો મુજબ ગુજરાતમાં ૧૮ જૂન ૨૦૧૯ સુધીમાં ૫૦૦ની ૧૨૬૭ નોટ અને ૧૦૦૦ની ૧૧૧૫ નોટો ઝડપાઈ છે. આમ પ્રતિબંધિત નોટો ઝડપાવા મામલે ગુજરાત તમામ રાજ્યોમાં નંબર વન અને ફેક કરન્સી મામલે બીજા નંબરે છે.

ગુજરાત બાદ બીજા નંબરે રહેલા ઉત્તર પ્રદેશમાંથી ૧૦૦૦ની ૩૨ અને અને ૫૦૦ની ૨૦૮ નોટો ઝડપાઈ છે. જ્યારે ત્રીજા નંબરે રહેલા પંજાબમાંથી ૧૦૦૦ની ૪૧ અને અને ૫૦૦ની ૫૦ નોટો ઝડપાઈ છે, જ્યારે ચોથા નંબર પર રહેલા પશ્ચિમ બંગાળમાંથી ૫૦૦ની ૧૧૩ નોટો અને પાંચમા ક્રમે રહેલા દિલ્હીમાંથી ૫૦૦ની ૩૨ નોટો, છઠ્ઠા ક્રમે રહેલા મહારાષ્ટ્રમાંથી ૫૦૦ની ૨૬ નોટો, સાતમા નંબરે રહેલા જમ્મુ અને કાશ્મીરમાંથી ૫૦૦ની ૧૩ નોટો તથા ૮મા નંબરે રહેલા તેલંગણામાંથી ૧૦૦૦ની એક તથા ૫૦૦ની ૯ નોટો ઝડપાઈ છે.

આ પણ વાંચો : રાજકોટમાં બનતી ઇલેક્ટ્રિક રિક્ષા યુરોપના રસ્તાઓ પર દોડશે

આ સિવાય ફેક કરન્સી મામલે પણ ગુજરાત બીજા નંબરે છે. જૂન ૧૮, ૨૦૧૯ સુધીમાં પહેલા નંબર રહેલા મહારાષ્ટ્રમાંથી ૧૦થી લઈને ૨૦૦૦ રૂપિયા સુધીના દરની ૧.૬૬ કરોડની કિંમતની ૧૭,૭૦૦ નોટો ઝડપાઈ છે. જ્યારે ગુજરાતમાંથી રૂ. ૮૭.૪૯ લાખની ૧૨,૩૭૧ ફેક કરન્સી ઝડપાઈ છે. આ મામલે ગુજરાત પોલીસે ૪૨ લોકો સામે ૪૨ કેસ નોંધ્યા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK