સિક્કિમમાં હનીમૂન પર ગયેલ વધુ એક નવપરિણીત કપલ ખોવાયું, એક ચપ્પલ પણ ન મળી-પરિવાર

10 June, 2025 07:01 AM IST  |  Sikkim | Gujarati Mid-day Online Correspondent

હવે સોનમ પણ સ્વસ્થ સ્થિતિમાં ગાઝીપુરમાંથી મળી આી છે. તો, યૂપીના પ્રતાપગઢ જિલ્લાના નવપરિણીત દંપત્તી કૌશલેન્દ્ર પ્રતાપ સિંહ અને અંકિતા સિંહની અત્યાર સુધી કોઈ ખબર કે માહિતી મળી શકી નથી. પરિવારજનોનું કહેવું છે કે, "અત્યાર સુધી એક ચપ્પલ સુદ્ધાં મળી નથી."

કૌશલેન્દ્ર પ્રતાપ સિંહ અને અંકિતા સિંહ (તસવીર સૌજન્ય: સોશિયલ મીડિયા)

મધ્ય પ્રદેશના સોનમ અને રાજા બાદ સિક્કિમમાં હનીમૂન પર ગયેલ વધુ એક નવપરિણીત જોડું લાપતા છે. 11 દિવસ સુધી બન્નેનો કોઈ પત્તો લાગ્યો નથી. રાજા અને સોનમ મામલે પોલીસે ખુલાસો કરી દીધો છે. રાજાનો મૃતદેહ પહેલા જ મળી ગયો હતો. હવે સોનમ પણ સ્વસ્થ સ્થિતિમાં ગાઝીપુરમાંથી મળી આી છે. તો, યૂપીના પ્રતાપગઢ જિલ્લાના નવપરિણીત દંપત્તી કૌશલેન્દ્ર પ્રતાપ સિંહ અને અંકિતા સિંહની અત્યાર સુધી કોઈ ખબર કે માહિતી મળી શકી નથી. પરિવારજનોનું કહેવું છે કે, "અત્યાર સુધી એક ચપ્પલ સુદ્ધાં મળી નથી."

લાલગંજ તહસીલ વિસ્તારના રહતિકર ગામના રહેવાસી કૌશલેન્દ્ર અને અંકિતા હનીમૂન માટે સિક્કિમ ગયા હતા. 29 મેના રોજ જે વાહનમાં બંને મુસાફરી કરી રહ્યાં હતાં તે અકસ્માતમાં 1000 ફૂટ ઊંડી ખીણમાં પડી ગયું. આ અકસ્માતને 11 દિવસ થઈ ગયા છે, પરંતુ બંનેના કોઈ સમાચાર નથી. આ વાહનમાં મુસાફરી કરી રહેલા બે લોકોને બચાવી લેવામાં આવ્યા છે. તેમાંથી એક જનરલ વોર્ડમાં અને બીજો આઈસીયુ વોર્ડમાં દાખલ છે. આ લોકોએ એ પણ પુષ્ટિ કરી છે કે કૌશલેન્દ્ર અને અંકિતા ટ્રાવેલરમાં તેમની સાથે હાજર હતાં.

અત્યાર સુધી નથી મળ્યો કોઈ સામન સુદ્ધાં
સર્ચ ઑપરેશનમાં રોકાયેલી ટીમને ટ્રાવેલરમાં મુસાફરી કરી રહેલા ઘણા લોકોનો સામાન મળ્યો છે, પરંતુ આમાંથી કોઈ સામાન કૌશલેન્દ્ર કે અંકિતાનો નથી. કૌશલેન્દ્રના પિતા શેર બહાદુર સિંહે સોશિયલ મીડિયા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને બચાવ કામગીરી ઝડપી બનાવવા અપીલ કરી છે. તે કહે છે, "અત્યાર સુધી જે કંઈ પણ સામાન, કપડાં, જૂતા, ઘડિયાળ, ચશ્મા, બૅગ મળી આવ્યા છે તેમાંથી કોઈ પણ મારા દીકરા કે વહુનું નથી. જ્યાં સુધી હું તેમને શોધી નહીં લઉં ત્યાં સુધી હું સિક્કિમ છોડીશ નહીં." તેમણે દેશવાસીઓને આ દંપતીના સુરક્ષિત પાછા ફરવા માટે ભગવાનને પ્રાર્થના કરવા માટે ભાવનાત્મક અપીલ પણ કરી.

5 મેના રોજ થયા હતા લગ્ન
પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે કૌશલેન્દ્ર અને અંકિતાના લગ્ન 5 મેના રોજ થયા હતા અને બંને 25 મેના રોજ હનીમૂન પર સિક્કિમ ગયા હતા. પટ્ટીના ચિવલ્હા ગામના રહેવાસી અંકિતાના પિતા વિજય સિંહ ડબ્બુ પણ સરકાર તરફથી આશાની રાહ જોઈ રહ્યા છે. વિજય સિંહે કહ્યું કે તેમણે 29 મેના રોજ તેમની પુત્રી સાથે વાત કરી હતી અને તે ખૂબ ખુશ હતી, પરંતુ ત્યારથી તે ગુમ છે. જેના કારણે સમગ્ર પરિવારમાં શોકનું વાતાવરણ છે. જોકે, તેમને હજુ પણ ભગવાનમાં શ્રદ્ધા છે અને તેઓ તેમની પુત્રી અને જમાઈના સુરક્ષિત પાછા ફરવાની આશા રાખી રહ્યા છે.

કૌશલેન્દ્રના દાદા સરકારથી નારાજ
કૌશલેન્દ્રના દાદા અને ભાજપ નેતા ડૉ. ઉમ્મેદ સિંહ `ઇન્સા`એ પણ આ ઘટના પ્રત્યે સરકારની ઉદાસીનતા પર ગુસ્સો વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું, "મેં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી, મહામહિમ રાજ્યપાલ, ગૃહમંત્રી, પ્રધાનમંત્રી, પીએમઓનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ક્યાંયથી કોઈ નક્કર પ્રતિભાવ મળ્યો નહીં. અમે વર્ષોથી પાર્ટીની સેવા કરી રહ્યા છીએ, પરંતુ જ્યારે કટોકટી આવી ત્યારે કોઈ અમને મળવા પણ આવ્યું નહીં." તેમણે કહ્યું કે ઓડિશા સરકારે, જ્યાં તેમનો પક્ષ સત્તામાં છે, તાત્કાલિક સંજ્ઞાન લીધું અને વહીવટને સક્રિય કર્યો, જ્યારે ઉત્તર પ્રદેશ અને કેન્દ્ર તરફથી કોઈ સકારાત્મક પ્રતિભાવ મળ્યો નહીં.

sikkim uttar pradesh madhya pradesh indore narendra modi social media bharatiya janata party yogi adityanath