મહાકુંભમાં છવાઈ ગયો છે આ નન્હા ગાંધી

05 February, 2025 08:00 AM IST  |  Prayagraj | Gujarati Mid-day Correspondent

ગાંધીજી જેવો અવતાર ધારણ કરીને દિલ્હીનો આ છોકરો સ્વચ્છતાનો સંદેશ ફેલાવી રહ્યો છે

દિલ્હીનો ગોલુ નામનો આ છોકરો ગાંધીજી જેવો અવતાર ધારણ કરીને ભક્તોને વિનંતી કરી રહ્યો

મહાકુંભમાં ગઈ કાલે ત્રેવીસમા દિવસે એક નાનકડો છોકરો લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. નન્હા ગાંધી તરીકે પ્રચલિત થયેલો આ છોકરો સ્વચ્છતાનો સંદેશ ફેલાવી રહ્યો હતો. દિલ્હીનો ગોલુ નામનો આ છોકરો ગાંધીજી જેવો અવતાર ધારણ કરીને ભક્તોને વિનંતી કરી રહ્યો હતો કે પર્યાવરણને અને ગંગા નદીને સ્વચ્છ રાખો.

આ નન્હા ગાંધી સાથે લોકો ફોટો અને સેલ્ફી લેતા જોવા મળ્યા હતા. એક ‌મહિલાએ તો ગોલુનાં ચરણને સ્પર્શ કર્યો હતો અને કહ્યું હતું કે આ નાનકડો છોકરો કેટલો સુંદર સંદેશ આપી રહ્યો છે, જો ભારત સ્વચ્છ રહેશે તો સ્વસ્થ રહેશે.

kumbh mela prayagraj uttar pradesh ganga new delhi swachh bharat abhiyan environment mahatma gandhi social media viral videos national news news