મૈં હી દૂલ્હા હૂં Right

28 March, 2024 09:16 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

BJPએ બનાવી વિપક્ષની એકતાની હાંસી ઉડાવતી જાહેરખબર

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

લોકસભાની ચૂંટણીમાં વિપક્ષોનો વડા પ્રધાનપદનો ઉમેદવાર કોણ હશે એ મુદ્દે રાષ્ટ્રીય રાજકારણમાં હંગામો મચ્યો છે અને કોઈ એક નામ બહાર આવ્યું નથી ત્યારે આ બાબતને સમાવી લેતું એક ઍડ્વર્ટાઇઝમેન્ટ કૅમ્પેન ભારતીય જનતા પાર્ટી (BJP)એ તૈયાર કર્યું છે.

BJPએ એના સોશ્યલ મીડિયા અકાઉન્ટ ઍક્સ પર એક વિડિયો પોસ્ટ કર્યો છે અને એનું શીર્ષક ‘દેખિએ I.N.D.I. અલાયન્સ મેં Fight, મૈં હી દૂલ્હા હૂં Right’ એવું આપ્યું છે. આ વિડિયોમાં જે કલાકારો છે તેમને વિવિધ પક્ષના રાજકીય નેતાઓ જેવા જ દેખાડવાનો પ્રયાસ કર્યો છે. રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, લાલુ યાદવ, તેજસ્વી યાદવ, મમતા બૅનરજી, ઉદ્ધવ ઠાકરે અને અરવિંદ કેજરીવાલ સહિતના નેતાઓ જેવા જ કલાકારોને આ ઍડ-કૅમ્પેનમાં  દેખાડવામાં આવ્યા છે. વિડિયોમાં એક દુલ્હનની સામે આ બધાને મુરતિયા દર્શાવવામાં આવ્યા છે. BJPની આ જાહેરખબરમાં પાર્ટીનો ઇશારો વિપક્ષી ગઠબંધનમાં વડા પ્રધાનપદના ઉમેદવારને લઈને છે. આ વિડિયો લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

Lok Sabha Election 2024 Lok Sabha bharatiya janata party political news indian politics dirty politics national news india congress aam aadmi party rahul gandhi sonia gandhi lalu prasad yadav mamata banerjee uddhav thackeray arvind kejriwal