જમ્મૂ-કાશ્મીર: કિશ્તવાડમાં બસ ખીણમાં પડવાથી 35 લોકોનાં મોત

01 July, 2019 01:16 PM IST  | 

જમ્મૂ-કાશ્મીર: કિશ્તવાડમાં બસ ખીણમાં પડવાથી 35 લોકોનાં મોત

બસ અકસ્માતમાં 35 લોકોનાં મોત

જમ્મૂ-કાશ્મીરના કિશ્તવાડમાં એક બસને ભયાનક અકસ્માતનો સામનો કરવો પડ્યો છે. સવારે બસમાં પ્રવાસીઓ મુસાફરીઓ કરી રહ્યા હતા ત્યારે અચાનક બસ ખીણમાં પડી જતા 35 લોકોએ જીવ ગુમાવ્યો છે આ સિવાય 17 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્ત લોકોને એરલિફ્ટ કરી જમ્મૂ લાવવામાં આવ્યા છે. આ સિવાય અન્ય ઈજાગ્રસ્તોને એરલિફ્ટ કરીને કિશ્તવાડ રવાના કરવામાં આવી ચૂક્યા છે. જમ્મૂ-કાશ્મીરમાં કિશ્તવાડમાં માર્ગ અકસ્માત પ્રત્યે ગૃહપ્રધાન અમિત શાહ દુ:ખ જાહેર કર્યું હતું અને ઈજાગ્રસ્ત લોકોની સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી. સરકારે મૃતકોના પરિવારને 5 લાખ રૂપિયાની સહાય કરવાનું જાહેર કર્યું હતું.

કિશ્તવાડના સિરગવારી કેશવન વિસ્તારમાં સવારે એક મિની બસ એક ઉંડી ખાણમાં પડી ગઈ હતી. મિનીબસનો નંબર-jk-17-6787 બસ ખીણમાં પડી ગઈ હતી. માનવામાં આવી રહ્યો છે કે, મિનીબસમાં ક્ષમતા કરતા યાત્રીઓ સવાર થયા હતા અને યાત્રીઓને લઈને કેશવન થી કિશ્તવાડ જઈ રહી હતી. પોલીસ અને સેનાના અધિકારીઓ દુર્ઘટના થતાની સાથે પહોંચી ગયા હતા. હાલ રાહત અને બચાવ કામગિરી ચાલુ છે અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: 2 જુલાઇએ રજૂ થશે ગુજરાતનું બજેટ, સત્ર તોફાની બને તેવી શક્યતા

સૂત્રો અનુસાર ઓવરલોડિંગ, સ્પીડ અને ખરાબ રસ્તાઓની સ્થિતિના કારણએ આ પહેલા ડોડા, કિશ્તવાડ, રાજૌરી, પૂંછ જિલ્લામાં અવારનવાર અકસ્માત થતા હોય છે. હાલમાં જ 27 જૂને એક કોમ્પ્યુટર પ્રશિક્ષણ સંસ્થાના 11 છાત્રોએ પોતાના જીવ ગુમાવ્યો હતો. આ દુર્ઘટના પછી પૂંછ જિલ્લાના અધિકારીઓએ બધી જ શિક્ષણ સંસ્થાઓ દ્વારા ફરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો

jammu and kashmir gujarati mid-day