કરપ્શન ઇન્ડેક્સમાં ભારત ૮૫મા સ્થાને

01 February, 2023 11:17 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ટ્રાન્સપરન્સી ઇન્ટરનૅશનલ દ્વારા રિલીઝ કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર પાકિસ્તાન ૨૭ પૉઇન્ટ્સ સાથે ૧૪૦મા સ્થાને છે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

નવી દિલ્હી : ભારત ભ્રષ્ટાચારનો સામનો કરવામાં કેટલા અંશે સફળ રહ્યું છે? અને અત્યારે દેશમાં એની શું સ્થિતિ છે? કરપ્શન પર્સેપ્શન ઇન્ડેક્સના એક રિપોર્ટમાં એનો ખુલાસો થયો છે. ટ્રાન્સપરન્સી ઇન્ટરનૅશનલ તરફથી ગઈ કાલે રિલીઝ કરવામાં આવેલા આ રિપોર્ટ અનુસાર ભારતમાં નરેન્દ્ર મોદી સરકાર આવ્યા બાદ ભ્રષ્ટાચારના સ્તરમાં બે પૉઇન્ટનો ઘટાડો થયો છે. જોકે આ રિપોર્ટ અનુસાર મોટા ભાગના સાઉથ એશિયન દેશો ભ્રષ્ટાચારને અંકુશમાં લેવામાં નિષ્ફળ ગયા છે. 

આ રિપોર્ટમાં ૧૮૦ દેશોનું લિસ્ટ છે. રપ્શન પર્સેપ્શન ઇન્ડેક્સ ઝીરો એટલે કે સૌથી વધુ ભ્રષ્ટ જ્યારે ૧૦૦ એટલે કે અત્યંત પારદર્શક દેશ. જાહેર ક્ષેત્રોમાં ભ્રષ્ટાચારના સ્તરોના આધારે ૧૮૦ દેશોને રૅન્ક આપવામાં આવ્યા છે. 

આ લિસ્ટમાં ભારતને ૪૦ પૉઇન્ટ્સ આપવામાં આવ્યા છે. ૧૮૦ દેશોના લિસ્ટમાં ભારત ૮૫મા સ્થાને છે. ૨૦૧૪માં મોદી સરકાર સત્તામાં આવી હતી ત્યારે ભારતને ૩૮ પૉઇન્ટ મળ્યા હતા. છેલ્લાં આઠ વર્ષમાં કરપ્શન ઇન્ડેક્સમાં બે પૉઇન્ટ્સનો વધારો થયો છે.

બીજી તરફ પાકિસ્તાનમાં ભ્રષ્ટાચારની સ્થિતિમાં કોઈ સુધારો થયો નથી. ૨૭ પૉઇન્ટ સાથે એ ૧૪૦મા સ્થાને છે. એટલે સ્વાભાવિક રીતે આ દેશમાં કોઈ જ પરિવર્તન આવ્યું નથી. બંગલાદેશને ગયા વર્ષે ૨૬ પૉઇન્ટ મળ્યા હતા. આ વર્ષે એમાં એક પૉઇન્ટનો ઘટાડો થયો છે.

આ છે ૧૦ સૌથી ટ્રાન્સપરન્ટ દેશો

જે દેશોમાં સૌથી ઓછો ભ્રષ્ટાચાર છે એની વાત કરીએ તો પ્રથમ સ્થાને ૯૦ પૉઇન્ટ્સ સાથે ડેન્માર્ક છે. એ પછી ૮૭ પૉઇન્ટ્સ સાથે ફિનલૅન્ડ અને ન્યુ ઝીલૅન્ડ આવે છે. નૉર્વે ચોથા નંબરે છે, જેને ૮૪ પૉઇન્ટ્સ આપવામાં આવ્યા છે. એ સિવાય આ ટૉપ ટેનમાં સિંગાપોર (૮૩), સ્વીડન (૮૩), સ્વિટ્ઝરલૅન્ડ (૮૨), નેધરલૅન્ડ્સ (૮૦), જર્મની (૭૯) અને આયરલૅન્ડ (૭૯ પૉઇન્ટ્સ) સામેલ છે. 

national news new delhi india pakistan denmark narendra modi