એક વર્ષમાં દેશે ગુમાવ્યા આટલા દિગ્ગજ નેતાઓ, આ બાબતો છે કોમન

24 August, 2019 03:35 PM IST  |  દિલ્હી

એક વર્ષમાં દેશે ગુમાવ્યા આટલા દિગ્ગજ નેતાઓ, આ બાબતો છે કોમન

 

આ ફક્ત સંયોગ છે કે ઓગસ્ટ 2018થી ઓગસ્ટ 2019 સુધીના એક વર્ષમાં દેશે લગભગ એક ડઝન દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા છે. તેમાંથી મોટા ભાગના નેતાઓ કોંગ્રેસ અને ભાજપ સાથે જોડાયેલા હતા. આ તમામ નેતાઓ કોઈને કોઈ રીતે ઈતિહાસ રચી ચૂક્યા હતા. આ બધામાં સૌથી મોટું નામ ભારત રત્ન અને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું છે, જેમનું નિધન 16 ઓગસ્ટ 2017ના રોજ દિલ્હીની એઈમ્સમાં જ થયું હતું. તેમના પછી મદનલાલ ખુરાના, શીલા દીક્ષિત, જયપાલ રેડ્ડી, સુષ્મા સ્વરાજ, નારાયણદત્ત તિવારી, જગન્નાથ મિશ્રા, બાબૂલાલ ગોર અને શનિવારે અરૂણ જેટલીએ અંતિમ શ્વાસ લીધા.

ભાજપના 2 પૂર્વ કેન્દ્રીય મંત્રીના નિધન

હજી કેટલાક દિવસો પહેલા જ પૂર્વ વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજનું પણ નિધન થયું. તો બાબુલાલ ગોરનું અવસાન પણ આ જ મહિને થયું. મૂળ યુપીના પ્રતાપગઢના વતની બાબુલાલ ગોરે મધ્યપ્રદેશના સીએમ બનીને ઈતિહાસ રચ્યો હતો. 

તો બિહારના પૂર્વ સીએમ જગન્નાથ મિશ્રા પણ 19 ઓગસ્ટે દિલ્હીમાં પરલોક સિધાવ્યા. તેઓ પણ ત્રણ ત્રણ વખત બિહારના સીએમ રહી ચૂક્યા હતા

28 જુલાઈએ પૂર્વ કેન્દ્રીય મંત્રી જયપાલ રેડ્ડીનું નિધન

પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયપાલ રેડ્ડીનું પાછલા મહિને 28 જુલાઈએ હૈદરાબાદમાં નિધન થયું. પૂર્વ કેન્દ્રીય પ્રધાન જયપાલ રેડ્ડીની તબિયત ઘણા દિવસોથી સારી નહોતી. તેમના નિધન બાદ રાજ્યસભામાં શ્રદ્ધાંજલિ આપતા ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ રડી પડ્યા હતા.


6 પૂર્વ CMનું એક જ વર્ષમાં નિધન

નારાયણ દત્ત તિવારી, મદનલાલ ખુરાના, શીલા દીક્ષિત, સુષ્મા સ્વરાજ દિલ્હીના સીએમ રહી ચૂક્યા હતા. તો જગન્નાથ મિશ્રા બિહાર અને બાબુલાલ ગોર મધ્યપ્રદેશના સીએમ બન્યા હતા. આ લિસ્ટમાં સૌથી મોટું નામ નારાયણદત્ત તિવારીનું છે, જેઓ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ એમ બે રાજ્યોના સીએમ બનનાર એક માત્ર ભારતીય નેતા છે.

દિલ્હી સાથે જોડાયેલા 4 મોટા નેતાઓનું નિધન

દિલ્હી સાથે જોડાયેલા ત્રણ મોટા નેતા શીલા દિક્ષીત (20 જુલાઈ), સુષ્મા સ્વરાજ (6 ઓગસ્ટ) અને અરૂણ જેટલી (24 ઓગસ્ટ)નું નિધન થયું. તેમાંથી શીલા દિક્ષીત અને સુષ્મા સ્વરાજ તો દિલ્હીના સીએમ પણ રહી ચૂક્યા છે. જ્યારે જેટલી દિલ્હી અને જિલ્લા ક્રિકેટ સંઘના અધ્યક્ષ હતા.

એક વર્ષની રીતે જોઈએ તો દિલ્હીએ ત્રણ નહીં ચાર મોટા નેતાઓને ગુમાવ્યા છે. આ લિસ્ટમાં મદનલાલ ખુરાનાનું નામ પણ છે. આ ચારેય નેતાઓનું રાષ્ટ્રીય રાજકારણમાં મહત્વનું સ્થાન હતું, અને ચારેય કેન્દ્રીય પ્રધાન પણ રહી ચૂક્યા છે.

2 નેતાઓએ DUમાં કર્યો હતો અભ્યાસ

આમાંથી બે નેતાઓ અરૂણ જેટલી અને શીલા દિક્ષીત દિલ્હી વિશ્વવિદ્યાલયમાંથી અભ્યાસ કરી ચૂક્યા છે. કેન્દ્રમાં નાણા પ્રધાન જેવો મહત્વનો હોદ્દો સંભાળનાર જેટલીએ દિલ્હી વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થી સંઘથી જ રાજકીય સફર શરૂ કરી હતી.

ત્રણનો જન્મ પંજાબમાં, પછી બન્યા દિલ્હીના સીએમ

મદનલાલ ખુરાના, શીલા દીક્ષિત અને સુષ્મા સ્વરાજ ત્રણેયનો સંબંધ પંજાબ સાથે છે. સુષ્મા સ્વરાજનો જન્મ અંબાલામાં થયો હતો, જે એક સમયે પંજાબનો ભાગ હતું. તો શીલા દીક્ષિતનો જન્મ પંજાબના કપૂરથલામાં થયો હતો. મદનલાલ ખુરાનાનો જન્મ પંજાબ (પાકિસ્તાન)માં થયો હતો. બાદમાં ત્રણેય દિલ્હીના સીએમ બન્યા.

મદનલાલ ખુરાના અને સુષ્મા સ્વરાજનું અવસાન રાતે થયું

આ ફક્ત સંજોગ છે કે ભાજપ સાથે જોડાયેલા બંને નેતાઓ મદનલાલ ખુરાના અને સુષ્મા સ્વરાજનું નિધન રાત્રે થયું. જ્યારે મદનલાલ ખુરાનાએ 27 ઓક્ટોબરના રોજ અંતિમ શ્વાસ લીધા ત્યારે શનિવાર હતો અને રાતનો સમય હતો. સુષ્મા સ્વરાજનું નિધન પણ રાત્રે જ થયું.

આ પણ વાંચોઃ શ્રીફળનો પહાડઃ વર્ષોથી પડ્યા છે લાખો શ્રીફળ, તેમ છતાંય નથી બગડતા

શીલા દિક્ષીત, મદનલાલ ખુરાના અને જેટલીનું નિધન શનિવારે

આ પણ ફક્ત ઈત્તફાક છે કે શીલા દીક્ષિત, મદનલાલ ખુરાના અને અરૂણ જેટલીનું નિધન શનિવારે થયું.

 

arun jaitley sushma swaraj sheila dikshit delhi bharatiya janata party congress