ભારતે અપનાવી ત્રીજી વૅક્સિન: રશિયાની સ્પુટનિકને મંજૂરી

13 April, 2021 11:15 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

સૂત્રો પાસેથી જાણવા મળ્યા મુજબ સ્પુટનિક-વીને ઈયુએની મંજૂરી આપવાની ડૉ. રેડ્ડીઝની ભલામણને એસઈસીએ માન્ય રાખી હતી

પ્રતીકાત્મક તસવીર

ભારતમાં કોવિડ-વિરોધી ત્રીજી રસીને મંજૂરી મળી છે. રશિયાની સ્પુટનિક-વી નામની વૅક્સિનને સબ્જેક્ટ એક્સપર્ટ કમિટી (એસઈસી)એ ઇમર્જન્સી યુઝ ઑથોરાઇઝેશન (ઈયુએ) માટે બહાલી આપી છે. સૂત્રો પાસેથી જાણવા મળ્યા મુજબ સ્પુટનિક-વીને ઈયુએની મંજૂરી આપવાની ડૉ. રેડ્ડીઝની ભલામણને એસઈસીએ માન્ય રાખી હતી.

ભારતમાં હાલમાં બે પ્રકારની રસી બને છે. પુણેની સીરમ ઇન્સ્ટિટ્યૂટમાં ઍસ્ટ્રાઝેનેકા ઑક્સફર્ડની કોવિશીલ્ડ અને બીજી રસી ભારત બાયોટેકની છે જેનું નામ કોવૅક્સિન છે. ડૉ. રેડ્ડીઝે ભારતમાં સ્પુટનિક-વી રસીનો વપરાશ કરવા સંબંધમાં ભારત સરકાર પાસે મંજૂરી માગી હતી. ગઈ કાલે ડ્રગ કન્ટ્રૉલર જનરલ ઑફ ઇન્ડિયાની એસઈસીની બેઠક યોજાઈ હતી જેમાં મંજૂરીનો નિર્ણય લેવાયો હતો.

રસીની વિશેષતા

- અસરકારકતા ૯૧.૫ ટકા

- બે ડોઝ મુકાવવાના

- કિંમત રૂ. ૭૫૦  (સરકાર સસ્તામાં આપશે)

- દેશમાં ત્રીજા તબક્કાની ટ્રાયલ ચાલી રહી છે

coronavirus covid19 national news russia india