શરદ પવારના ઘરે NCP અને કોંગ્રેસ વચ્ચે મહત્વપુર્ણ બેઠક ચાલુ

20 November, 2019 07:45 PM IST  |  New Delhi

શરદ પવારના ઘરે NCP અને કોંગ્રેસ વચ્ચે મહત્વપુર્ણ બેઠક ચાલુ

શરદ પવારના ઘરે NCP અને કોંગ્રેસની મીટીગં (PC : ANI)

મહારાષ્ટ્રમાં છેલ્લા ઘણા સમયથી સત્તા માટે મેરેથોન યુદ્ધ ચાલુ રહ્યું છે. ત્યારે અત્યારે બુધવારે રાત્રે દિલ્હીમાં શરદ પવારના ઘરે NCP અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ વચ્ચે મીટીંગનો દોર શરૂ થઇ ગયો છે. મળી રહેલ માહિતી પ્રમાણે આવનારા દિવસોમાં મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઇને મહત્વનો નિર્ણય આવી શકે છે અને તેને લઇને ચિત્ર સ્પષ્ટ થઇ જશે.


જાણો, મીટીંગમાં કોણ રહ્યું હાજર
NCP અને કોંગ્રેસની આ મીટીંગમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પડેલ, વેણુગોપાલ, મલ્લિકાર્જુન ખડગે, એ.કે.એન્ટની અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચૌહાણ ઉપસ્થિત છે. સુત્રોના જણાવ્યા અનુસાર શરદ પવારના ઘરેની બેઠક પુરી થયા બાદ દરેક નેતા કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીને પણ મળશે.

શરદ પવારે બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કરી હતી મુલાકાત
જોકે NCP પ્રમુખ શરદ પવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. પવારે પ્રધાનમંત્રીને આપેલા પત્રમાં લખ્યું : મેં બે જિલ્લા(મરાઠવાડા અને વિદર્ભ)માં ભારે વરસાદના લીધે બરબાદ થયેલા પાકનો ડેટા એકત્ર કર્યો હતો. રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ છે તેથી તમારે આ મામલામાં દખલ આપવી જરૂરી છે. જો તમે પ્રભાવિત ખેડૂતોની મદદ માટે કોઇ ત્વરિત નિર્ણય લેશો તો હું તમારો આભારી રહીશ. આ વિષય પર હું હજુ વધુ જાણકારી એકઠી કરી રહ્યો છું. તમને જલ્દીથી મોકલીશ.

આ પણ જુઓ : રાજકોટના ડૉ. હિરેન ઘેલાણીએ મેળવી આ સિદ્ધી, મળવા જઈ રહ્યું છે મોટું સન્માન

ગુરૂવાર બપોર સુધીમાં મહારાષ્ટ્રમાં સરકારનું ચિત્ર સ્પષ્ટ થઇ જશે : રાઉત
મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાના સંદર્ભમાં એનસીપી અને કોંગ્રેસ વચ્ચે બુધવારે બેઠક યોજાવાની છે. આ પહેલા શિવસેનાના રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે મહત્વનું નિવેદન આપ્યુ હતું. તેમણે કહ્યુ હતું કેઆવનારા 5-6 દિવસમાં સરકાર બનાવવાની તમામ કાર્યવાહી પૂર્ણ થઈ જશે. ગઠબંધન અંગે ગુરુવાર બપોર સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે.ડિસેમ્બર મહિનામાં રાજ્યમાં નવી સરકારસ્થપાશે. તેમણે વધુમાં કહ્યું કે રાજ્યમાં સૌથી મોટી પાર્ટી ભાજપ સ્થિર સરકાર નથી આપી શકતી. તેથી અન્ય પાર્ટીઓ પર આ જવાબદારી આવી જાય છે કે તેઓ રાજ્યમાં સ્થિર સરકાર આપે.

national news mumbai news maharashtra sharad pawar shiv sena