કૉન્ગ્રેસ સત્તામાં હોત તો મોબાઇલનું મહિનાનું બિલ ૫૦૦૦ આવતું હોત

18 April, 2024 08:42 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

મોબાઇલ કનેક્ટિવિટી વિશે બોલતાં મોદીએ કહ્યું હતું કે ‘પહેલાં અહીં મોબાઇલ ફોનના ટાવર બરાબર કામ કરતા નહોતા, પણ અમે 5G કનેક્ટિવિટી પર કામ કરી રહ્યા છીએ.`

નરેન્દ્ર મોદીની ફાઇલ તસવીર

ત્રિપુરાના અગરતલામાં એક ચૂંટણીસભાને સંબોધતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે કૉન્ગ્રેસે ‘લૂટ ઈસ્ટ પૉલિસી’ અપનાવી હતી, પણ અમે ‘ઍક્ટ ઈસ્ટ પૉલિસી’ લાવ્યા છીએ. જો કૉન્ગ્રેસ સત્તામાં રહી હોત તો રાજ્યના લોકોને દર મહિને મોબાઇલ ફોનનું ૫૦૦૦ રૂપિયા બિલ આવતું હોત.

મોબાઇલ કનેક્ટિવિટી વિશે બોલતાં મોદીએ કહ્યું હતું કે ‘પહેલાં અહીં મોબાઇલ ફોનના ટાવર બરાબર કામ કરતા નહોતા, પણ અમે 5G કનેક્ટિવિટી પર કામ કરી રહ્યા છીએ. મોદી સરકારે જ મોબાઇલનાં બિલ ઘટાડીને મહિને ૪૦૦થી ૫૦૦ રૂપિયા કરી દીધા છે. કૉન્ગ્રેસે ઉત્તર-પૂર્વના વિસ્તારને ભ્રષ્ટાચારનો અડ્ડો બનાવી દીધો હતો. તેમણે આ વિસ્તારના લોકો સાથે ન્યાય કર્યો નથી. કમ્યુનિસ્ટોએ આ રાજ્યના ભવિષ્યને બગાડ્યું છે.’

narendra modi bharatiya janata party congress india national news