04 April, 2026 09:58 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
શુક્રવારે રાતે જમ્મુ-કાશ્મીરના ઉધમપુર, પુંછ અને કાશ્મીરી ઘાટીના વિસ્તારોમાં ધરતીકંપનું તીવ્ર કંપન અનુભવાયું હતું. રિક્ટર સ્કેલ પર ધરતીકંપની તીવ્રતા ૫.૯ નોંધાઈ હતી અને એનું ઉદ્ગમસ્થાન અફઘાનિસ્તાન-તાજિકિસ્તાનના બૉર્ડર ક્ષેત્રમાં હતું. ગઈ કાલે રાતે ૯.૪૫થી ૯.૫૦ની વચ્ચે ધરતીકંપના ઝટકા દિલ્હી-NCRનાં હાઈ રાઇઝ બિલ્ડિંગોમાં રહેતા લોકોએ પણ અનુભવ્યા હતા. લોકો ઘરો અને ઑફિસોમાંથી તરત બહાર ખુલ્લા મેદાનમાં નીકળી આવ્યા હતા. ગઈ કાલે મોડી રાત સુધી કોઈ જાનમાલની હાનિ નહોતી નોંધાઈ.