દેવેન્દ્ર ફડણવીસે અમિત શાહ સાથે કરી મુલાકાત,કહ્યું જલ્દી બનશે નવી સરકાર

04 November, 2019 02:01 PM IST  |  મુંબઈ

દેવેન્દ્ર ફડણવીસે અમિત શાહ સાથે કરી મુલાકાત,કહ્યું જલ્દી બનશે નવી સરકાર

અમિત શાહ સાથે ફડણવીસે કરી મુલાકાત

મહારાષ્ટ્રમાં નવી સરકારના ગઠનને લઈને ચાલી રહેલી ગડમથલ વચ્ચે પોત પોતાની શરતો પર મક્કમ ભાજપ અને શિવસેનામાં નિવેદનોનો દોર ચાલુ જ છે. હવે ભાજપના નેતા જય કુમારે કહ્યું કે ભાજપના નેતા રાજ્યમાં બીજી વાર ચૂંટણી કરવા માટે તૈયાર છે. તેમણે ભાજપની સાથે મળઈને ચૂંટણી લડનારી શિવસેનાના વ્યવહાર પર નારાજગી વ્યક્ત કરી છે. આજે સોનિયા ગાંધી અને શરદ પવાર વચ્ચેની મુલાકાતમાં હાલની સ્થિતિ પર ચર્ચા થશે.

આ વચ્ચે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સોમવારે ભાજપના અધ્યક્ષ અમિત શાહ સાથે મુલાકાત કરી. ANI અને PTIએ આધિકારીક નિવેદનના હવાલાથી જણાવ્યું છે કે બેઠકમાં ફડણવીસે ખેડૂતો માટે આર્થિક મદદની માંગ કરી . બેઠક બાદ તેમણે સંવાદદાતાઓને કહ્યું કે નવી સરાકરના ગઠન પર હું કાંઈ નથી બોલવા માંગતો. હુ માત્ર એટલું કહીશ કે જલ્દી જ નવી સરકારનું ગઠન ખશે. જણાવી દઈએ કે હાલની વિધાનસભાનો કાર્યકાળ નવ નવેમ્બરે ખતમ થવા જઈ રહ્યો છે. એ પહેલા રાજ્યમાં સરકારનું ગઠન થઈ જવું જોઈએ. આ વખતે ભાજપને 105 તો શિવસેનાને 56 બેઠકો મળી છે. બંને પાર્ટીઓ પોતપોતાની માંગ પણ અડગ હોવાના કારણે સરકાર નથી બની રહી.

આ પણ વાંચોઃ ધમાકેદાર નવેમ્બર માટે થઈ જાઓ તૈયાર..આવી રહી છે મોટી ગુજરાતી ફિલ્મો....

મહારાષ્ટ્રમાં આગામી સરકાર સ્થાપવા માટે બીજેપીએ શિવસેનાને સમાન પોર્ટફોલિયો આપવાની ઑફર કરી હોવાનું જાણવા મળ્યું હતું. ઑફરને જોઈને શિવસેના પણ અઢી વર્ષ શિવસેનાના મુખ્ય પ્રધાનપદની માગણી બાબતે નરમ પડી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. ચૂંટણીના પરિણામ બાદ પહેલી વખત મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ઉદ્ધવ ઠાકરેને નવી ફૉર્મ્યુલાની ઑફર કરી હતી. બીજેપીની ઑફર મળ્યા બાદ ઉદ્ધવ ઠાકરેએ કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકારમાં એક કૅબિનેટ પ્રધાન અને એક રાજ્યકક્ષાના પ્રધાનપદની માગણી કરી હોવાનું જાણવા મળ્યું હતું. મહારાષ્ટ્રમાં પણ સત્તામાં ૫૦-૫૦ ટકા ભાગીદારીની માગણી શિવસેનાએ કરી છે.

amit shah devendra fadnavis shiv sena uddhav thackeray