દિલ્હીમાં ૫૭ ડૉક્ટરોને કોરોના

10 April, 2021 02:54 PM IST  |  New Delhi | Agency

ગંગારામ હૉસ્પિટલના ૩૭ અને એઇમ્સના ૨૦ ડૉક્ટરો કોવિડની ઝપટમાં

સુરતમાં રોજ ૯૦૦થી પણ વધુ કેસ નોંધાય છે અને મૃત્યુ પામનારાઓ સંખ્યા પણ વધતી જાય છે.  એ.એફ.પી.

નવી દિલ્હી : (પી.ટી.આઇ.) અહીંની એઇમ્સ હૉસ્પિટલના ૨૦ ડૉક્ટરોને તેમ જ તબીબી વિભાગના ૬ વિદ્યાર્થીઓને છેલ્લા ૧૦ દિવસ દરમ્યાન કોરોના વાઇરસનો ચેપ લાગ્યો હોવાનું ગઈ કાલે સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું. એ પહેલાંના એક અહેવાલ મુજબ પાટનગરની જ પ્રાઇવેટ ક્ષેત્રની ગંગારામ હૉસ્પિટલના પણ ૩૭ ડૉક્ટરોને છેલ્લા ૧૦-૧૨ દિવસ દરમ્યાન કોરોનાનો ચેપ લાગ્યો છે. બન્ને હૉસ્પિટલોના મોટા ભાગના ડૉક્ટરોએ કોવિડ-વિરોધી રસીના બન્ને ડોઝ લીધા હોવા છતાં તેમના પૉઝિટિવ રિપોર્ટ આવ્યા છે. જોકે મોટા ભાગના ડૉક્ટરોને કોરોનાનાં હળવાં લક્ષણો છે.
દિલ્હીની એઇમ્સમાં રેસિડન્ટ ડૉક્ટરો તેમ જ ફેકલ્ટી મેમ્બરો સહિત કુલ ૩૦૦૦ ડૉક્ટરો કાર્યરત છે. પાટનગરમાં કોરોનાની નવી લહેર વધુ ઉગ્ર બની રહી છે. ગઈ કાલે કેજરીવાલ સરકારે તમામ સરકારી તેમ જ પ્રાઇવેટ સ્કૂલો હમણાં બંધ કરી દેવાનો આદેશ આપ્યો હતો. ગુરુવારે દિલ્હીમાં કોરોનાના નવા ૭૪૩૭ કેસ બન્યા હતા.
દરમ્યાન ભારતમાં કોવિડ-19ની નવી લહેર બાબતમાં ગઈ કાલે સવારે મળેલા અહેવાલ મુજબ છેલ્લા ૨૪ કલાકમાં ૧,૩૧,૦૦૦થી પણ વધુ નવા કેસ બન્યા હતા.

નાઇટ-કરફ્યુ અને એમાં પણ ચાર સવાર
સુરતમાં ગઈ કાલે નાઇટ-કરફ્યુ દરમ્યાન સ્કૂટર પર ચાર સવારી સાથે જઈ રહેલા યુવકને અટકાવીને પૂછપરછ કરી રહેલા પોલીસ-કર્મચારી. સુરતમાં રોજ ૯૦૦થી પણ વધુ કેસ નોંધાય છે અને મૃત્યુ પામનારાઓ સંખ્યા પણ વધતી જાય છે.  એ.એફ.પી.

national news surat gujarat new delhi