06 March, 2025 06:58 AM IST | Prayagraj | Gujarati Mid-day Correspondent
કુંભ મેળો
સમાજવાદી પાર્ટીએ આરોપ લગાવ્યો હતો કે મહાકુંભ મેળામાં બોટવાળા લોકોનું શોષણ કરવામાં આવ્યું હતું, પણ એનો જવાબ આપતાં મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ગઈ કાલે જણાવ્યું હતું કે પ્રયાગરાજમાં એક બોટ ચલાવતા પરિવારે ૪૫ દિવસમાં ૩૦ કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ બોટવાળા પાસે ૧૩૦ બોટ છે. દરેક બોટ પર આ બોટવાળા પરિવારને ૪૫ દિવસમાં ૨૩ લાખ રૂપિયાની કમાણી થઈ છે. આમ દરરોજ એક બોટની કમાણી ૫૦,૦૦૦થી ૫૨,૦૦૦ રૂપિયા રહી હતી.