બોર્ડની પરીક્ષા વર્ષમાં બે વાર લેવાશે! શિક્ષણ મંત્રાલયે CBSEને આ સૂચના આપી

26 April, 2024 08:50 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

Board Exam 2025: આ બાબતે મંત્રાલય અને CBSEના અધિકારીઓ શાળાના પ્રિન્સિપાલ સાથે ચર્ચા કરશે

પ્રતીકાત્મક તસવીર

આગામી શૈક્ષણિક સત્ર ૨૦૨૫-૨૬થી વર્ષમાં બે વખત બોર્ડની પરીક્ષા (Board Exam 2025) ઓ લેવામાં આવી શકે છે. શિક્ષણ મંત્રાલય (Education Ministry) એ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન - સીબીએસઈ (Central Board of Secondary Education - CBSE) ને આ માટે તૈયારી કરવા કહ્યું છે. જોકે સેમેસ્ટર સિસ્ટમ દાખલ કરવાની કોઈ યોજના નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર, મંત્રાલય અને સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) ના અધિકારીઓ આવતા મહિને વર્ષમાં બે વાર બોર્ડની પરીક્ષાઓ લેવા અંગે શાળાના પ્રિન્સિપાલ સાથે ચર્ચા – વિચારણા કરશે.

CBSE હાલમાં અંડરગ્રેજ્યુએટ અભ્યાસક્રમોમાં પ્રવેશના સમયપત્રકને અસર કર્યા વિના બીજી પરીક્ષાને સમાવવા માટે શૈક્ષણિક કૅલેન્ડર કેવી રીતે બદલવું તે અંગેના મોડલિટીઝ પર કામ કરી રહ્યું છે. સૂત્રએ જણાવ્યું હતું કે, ૨૦૨૫-૨૬ શૈક્ષણિક સત્રથી બોર્ડની પરીક્ષાઓની બે આવૃત્તિઓ યોજવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે, પરંતુ હજુ મોડલીટીઝ પર કામ કરવાની જરૂર છે.

જો કે, ગયા વર્ષે શિક્ષણ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલ નવા અભ્યાસક્રમ ફ્રેમવર્ક (NCF) મુજબ સેમેસ્ટર સિસ્ટમ લાગુ કરવાની કોઈ યોજના નથી. વિદ્યાર્થીઓને તેમનું પ્રદર્શન સુધારવા માટે પૂરતો સમય અને તક મળે તે સુનિશ્ચિત કરવા બોર્ડની પરીક્ષાઓ વર્ષમાં બે વાર લેવામાં આવશે.

સૂત્રોએ જણાવ્યું કે, ૨૦૨૫-૨૬ શૈક્ષણિક સત્રથી વર્ષના અંતની બોર્ડ પરીક્ષાઓની બે આવૃત્તિઓ યોજવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે, પરંતુ હજુ મોડલિટી પર કામ કરવાની જરૂર છે. જો કે, સેમેસ્ટર સિસ્ટમ લાગુ કરવાની કોઈ યોજના નથી.

મંત્રાલયની પ્રારંભિક યોજના ૨૦૨૪-૨૫ શૈક્ષણિક સત્રથી દ્વિવાર્ષિક બોર્ડ પરીક્ષાઓ શરૂ કરવાની હતી, જો કે, તેને એક વર્ષ પાછળ ધકેલી દેવામાં આવી છે.

નેશનલ એજ્યુકેશન પોલિસી (NEP) ૨૦૨૦ને અનુરૂપ કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત નેશનલ સ્ટીયરીંગ કંપની દ્વારા ISROના ભૂતપૂર્વ ચેરમેન કે કસ્તુરીરંગન દ્વારા તૈયાર કરવામાં આવેલ નવા રાષ્ટ્રીય અભ્યાસક્રમ ફ્રેમવર્ક (NCF)એ ધોરણ ૧૧ અને ૧૨ના વિદ્યાર્થીઓ માટે સેમેસ્ટર સિસ્ટમ દાખલ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે.

ગયા વર્ષે ઓગસ્ટમાં મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલ ફ્રેમવર્કમાં પણ દરખાસ્ત કરવામાં આવી હતી કે વિદ્યાર્થીઓને વર્ષમાં બે વાર બોર્ડની પરીક્ષા આપવાનો વિકલ્પ આપવામાં આવે. કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને ગયા ઓક્ટોબરમાં ન્યૂઝ એજન્સીને એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ માટે વર્ષમાં બે વાર બોર્ડની પરીક્ષા આપવી ફરજિયાત રહેશે નહીં. તેમણે કહ્યું હતું કે, વિદ્યાર્થીઓ પાસે વર્ષમાં બે વાર પરીક્ષા આપવાનો વિકલ્પ હશે (વર્ગ દસ અને બાર બોર્ડની) જેમ કે એન્જિનિયરિંગ પ્રવેશ પરીક્ષા JEE. તેઓ શ્રેષ્ઠ સ્કોર પસંદ કરી શકે છે. પરંતુ તે સંપૂર્ણપણે વૈકલ્પિક હશે, કોઈ જબરદસ્તી નહીં થાય.

Education central board of secondary education indian government national news india