કોંગ્રેસ કાર્યાલય બહાર BJP ના કાર્યકર્તાઓનું વિરોધ પ્રદર્શન

15 November, 2019 07:48 PM IST  |  New Delhi

કોંગ્રેસ કાર્યાલય બહાર BJP ના કાર્યકર્તાઓનું વિરોધ પ્રદર્શન

સુપ્રિમ કોર્ટે રાફેલ કેસ મુદ્રે આપેલા નિર્ણય બાદ ભાજપના કાર્યકર્તાઓ કોંગ્રેસના કાર્યાલયની બહાર રાહુલ ગાંધીને માફી માગવા માટેની ઉગ્ર માગ કરી રહ્યાં છે. કારણ કે, રાહુલ ગાંધીએ રાફેલ ડીલના કૌભાંડ મામલે મોદી સરકાર પર આરોપ લગાવ્યો હતો. સુપ્રિમ કોર્ટે રાફેલ મામલે ચુકાદો આપવાની સાથે તપાસની અરજીને રદ્દ કરવાનો નિર્ણય કર્યો હતો, ત્યારબાદ રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપી હતી કે, આ નિર્ણય બાદ રાફેલ કૌભાંડ મામલે JPC દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે.


આ પણ જુઓ : રખડતાં શ્વાનોને ખવડાવવા માટે 9 વર્ષનો બાળક વેચે છે પેઈન્ટિંગ

રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યુ હતું કે, સુપ્રિમ કોર્ટના જજ જોસેફ જણાવ્યું છે કે, રાફેલ કૌભાંડમાં સંપૂર્ણ તપાસ થવી જોઈએ. આ મામલે JPCની રચના કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, સુપ્રિમ કોર્ટે રાફેલ વિમાનની ડીલના મામલે નરેન્દ્ર મોદી સરકારને ગુરુવારે ક્લીન ચીટ આપી છે અને કહ્યું છે કે, આ અરજી અંગે હવે ફરીથી સુનાવણી થશે નહીં.

new delhi nationalist congress party congress bharatiya janata party rafale deal rahul gandhi