નીરવ મોદીની સુરક્ષા માટે આર્થર રોડ જેલ સુસજ્જ

12 June, 2019 11:07 AM IST  | 

નીરવ મોદીની સુરક્ષા માટે આર્થર રોડ જેલ સુસજ્જ

નીરવ મોદી માટે આર્થર જેલમાં પૂરતી સુરક્ષા

પંજાબ નૅશનલ બૅન્ક સાથે છેતરપિંડી કરી ફરાર થઈ જનારા ડાયમંડ વેપારી નીરવ મોદી મ્ાાટે મુંબઈ શહેરમાં આવેલી આર્થર  રોડ જેલની બૅરેક નંબર ૧૨ સુસજ્જ છે. નીરવ મોદીને જો ઇંગ્લૅન્ડમાંથી ભારતમાં પ્રત્યાર્પણ કરવામાં આવે તો આ જેલની સુવિધા વિશેની તમામ માહિતી રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને મોકલાવી હતી. લંડનમાં ૧૯ માર્ચના રોજ એની ધરપકડ કરવામાં આવી હતી.

ભારત સરકારના પ્રયત્નો જો સફળ રહેશે તો મુંબઈની આર્થર રોડ જેલના સેલ નંબર ૧૨માં ભાગેડું વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોક્સીને એકસાથે રાખવામાં આવશે. જો આવું બન્યું તો, આર્થર રોડની એ કોઠડીને ‘કરોડપતિઓની કોઠડી’ તરીકે ઓળખવામાં આïવશે.

આ પણ વાંચો: લાલા લજપતરાય રોડ પર ડેબ્રિસને કારણે કલાકો સુધી વાહનવ્યવહાર ખોરવાયો

દેશ પાસેથી કરોડોનો કર્જ લઈને ફરાર થયેલા વેપારીઓ નીરવ મોદી, મેહુલ ચોક્સી અને લિકર કિંગ તરીકે જાણીતા વિજય માલ્યાને ભારત સરકાર દેશમાં પાછા લાવવાના પ્રયત્નો કરી રહી છે. કેન્દ્ર સરકારે મહારાષ્ટ્ર સરકાર પાસે નીરવ મોદીને આર્થર રોડ જેલમાં રાખવા અંગેની પરિસ્થિતિ, અહીંની જેલની હાલત વિશે રર્પિોટ માગ્યો હતો. આ પહેલાં રાજ્ય સરકાર પાસેથી વિજય માલ્યાને આર્થર રોડ જેલમાં રાખવા માટેનો રર્પિોટ માગ્યો હતો.

Nirav Modi national news gujarati mid-day