લાલા લજપતરાય રોડ પર ડેબ્રિસને કારણે કલાકો સુધી વાહનવ્યવહાર ખોરવાયો

ચેતના યેરુણકર | મુંબઈ | Jun 12, 2019, 10:58 IST

બાંધકામ અને તોડકામના કાટમાળનો કોઈપણ ઠેકાણે ખડકલો કરીને રફુચક્કર થઈ જતી ટ્રકોના ઠામઠેકાણાં આપનાર વ્યક્તિઓને ૧૦,૦૦૦ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત મુંબઈ મહાનગરપાલિકાના જી-સાઉથ વૉર્ડ તરફથી કરવામાં આવી છે.

લાલા લજપતરાય રોડ પર ડેબ્રિસને કારણે કલાકો સુધી વાહનવ્યવહાર ખોરવાયો
કચરો નાખનારને શોધવા પર 10,000 રૂપિયા ઈનામ

બાંધકામ અને તોડકામના કાટમાળનો કોઈપણ ઠેકાણે ખડકલો કરીને રફુચક્કર થઈ જતી ટ્રકોના ઠામઠેકાણાં આપનાર વ્યક્તિઓને ૧૦,૦૦૦ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત મુંબઈ મહાનગરપાલિકાના જી-સાઉથ વૉર્ડ તરફથી કરવામાં આવી છે. રસ્તા પર કાટમાળના ખડકલાને કારણે ગઈ કાલે દક્ષિણ-મધ્ય મુંબઈના લાલા લજપતરાય રોડના લોટસ જંક્શનથી હાજી અલી સુધીના ભાગમાં વાહનવ્યવહારની ભારે અંધાધૂંધી થઈ હતી.

સવારે પિક અવર્સમાં ટ્રાફિક જૅમને કારણે સમસ્યાઓ ઊભી થઈ હતી, પરંતુ મુસાફરો અને સ્થાનિક લોકો તરફથી ફરિયાદો મYયા પછી બપોરે એક વાગ્યે મુંબઈ મહાનગરપાલિકાના જી-સાઉથ વૉર્ડના સ્ટાફે રસ્તા પરથી કાટમાળ હટાવતાં વાહનવ્યવહાર સરળ બન્યો હતો. સ્થાનિક નાગરિકોને પૂછપરછ અને તપાસ બાદ જાણવા મYયું હતું કે લાલા લજપતરાય રોડ પર લોટસ જંક્શનથી હાજી અલી વચ્ચેના ભાગમાં જંગી પ્રમાણમાં તોડકામનો કાટમાળ અને બાંધકામનું વધેલું મટીરિયલ એક પ્રાઇવેટ ડમ્પર નાખીને ગયું હતું. સતત વાહનવ્યવહાર ધરાવતો મહkવનો બિઝી રોડ હોવાને કારણે પિક અવર્સમાં રોડ બ્લૉક થઈ ગયો હતો.

ગઈ કાલની ઘટનાથી રોષે ભરાયેલા જી-સાઉથ વૉર્ડના અસિસ્ટન્ટ એન્જિનિયર રસ્તા વચ્ચે કાટમાળ નાખી ગયેલા ડમ્પર અને એના ડ્રાઇવરને શોધવા માટે પોલીસની સાથે રસ્તા પરના ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન(સીસીટીવી) કૅમેરાનું ફૂટેજ તપાસવા માંડ્યા હતા અને ટ્રાફિક ડિપાર્ટમેન્ટને પણ રોડનું સીસીટીવી ફૂટેજ તપાસીને ડમ્પર તથા ડ્રાઇવરની ઓળખ તથા સગડ મેળવવામાં મદદ કરવાની વિનંતી પણ વૉર્ડ ઑફિસે કરી હતી.

આ પણ વાંચો: જ્યારે આકાશને ચીડવતી જોવા મળી શ્લોકા, જુઓ ક્યૂટ તસવીર

ગઈ કાલની સમસ્યા બાબતે વૉર્ડ ઑફિસે પોલીસ સ્ટેશનમાં નૉન કૉãગ્નઝિબલ ઑફેન્સ રૂપે ફરિયાદ નોંધાવી છે. એ ફરિયાદના અનુસંધાનમાં ડ્રાઇવર ઓળખાતાં એની પાસેથી ૨૦,૦૦૦ રૂપિયાનો દંડ વસૂલ કરી શકાશે. તે ઉપરાંત રિજનલ ટ્રાન્સર્પોટ ઑફિસ પણ ડ્રાઇવર વિરુદ્ધ પગલાં લઈ શકશે. જોકે જવલ્લે જ બની શકે એવી ઘટનામાં મુંબઈ મહાનગરપાલિકાના કમિશનરની સૂચનાથી ડમ્પર અને ડ્રાઇવરની શોધમાં મદદરૂપ પાકી માહિતી માટે ઇનામની પણ જાહેરાત કરવામાં આવી છે. જી-સાઉથ વૉર્ડના અસિસ્ટન્ટ કમિશનર દેવેન્દ્રકુમાર જૈને ઇનામની જાહેરાત કરતાં ડમ્પર કે એના ડ્રાઇવર સંબંધી માહિતી વૉર્ડના કંટ્રોલ રૂમના નંબર ૦૨૨-૨૪૨૨૪૦૦૦ અથવા મોબાઇલ નંબર્સ ૯૮૬૯૧૦૭૮૯૮, ૯૯૨૦૬૦૭૧૪૯ ઉપર આપવા અનુરોધ કર્યો હતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK