આતંકીઓના મોત પર રડનારા અમને દેશભક્તિ ન શીખવાડેઃ શાહનો કોંગ્રેસને જવાબ

22 February, 2019 02:33 PM IST  |  રાજમુન્દરી

આતંકીઓના મોત પર રડનારા અમને દેશભક્તિ ન શીખવાડેઃ શાહનો કોંગ્રેસને જવાબ

અમિત શાહનો કોંગ્રેસને જવાબ

પુલવામા આંતકી હુમલા બાદ ભાજપ અને કોંગ્રેસ વચ્ચેનું રાજકીય યુદ્ધ રોકાવાનું નામ નથી લઈ રહ્યું. કોંગ્રેસે આરોપ લગાવ્યો કે પુલવામાં હુમલા બાદ વડાપ્રધાન મોદી પાર્કમાં ભ્રમણ કર્યા બાદ નૌકા વિહાર અને શૂટિંગ કરાવી રહ્યા હતા. હવે ભાજપના અધ્યક્ષ અમિત શાહે આ આરોપ પર સફાઈ આપતા કહ્યું છે કે હુમલાના દિવસે એક કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીની હાજરીને મુદ્દો બનાવ્યો. પરંતુ હું તેમને કહેવા માંગુ છું કે વડાપ્રધાન મોદી દિવસના 18 કલાક કામ કરતા હતા.

આંધ્ર પ્રદેશના રાજમુન્દરીમાં શક્તિ કેન્દ્ર પ્રમુખોના સંમેલનને સંબોધિત કરતા શાહે કહ્યું કે, ભાજપની મોદી સરકારે દેશની સુરક્ષાને સૌથી વધુ પ્રાથમિકતા આપી છે. આતંકવાદના મુદ્દા પર અમારી સરકાર ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે. પુલવામાં હુમલાનો જવાબ આપવા પર પણ ઉચિત રણનીતિ પર કામ કરવામાં આવી રહ્યું છે. એવામાં કોંગ્રેસ રાજનૈતિક ફાયદા માટે વડાપ્રધાન પર આરોપો લગાવી રહી છે. કશ્મીરની સમસ્યા જવાહર લાલ નેહરુની દેન છે. જો સરદાર પટેલ દેશના વડાપ્રધાન હોત તો કશ્મીરની સમસ્યા જ ન ઉભી થઈ હોત.

અમિત શાહે કહ્યું કે, 'જ્યારે પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઈક કરી ત્યારે કોંગ્રેસ કહી રહી હતી કે આ લોકો ખૂનની દલાલી કરે છે. કોંગ્રેસના નેતા સિદ્ધૂ પાકિસ્તાન જઈને પાકિસ્તાન જઈને આપણી સેનાને જવાનોને મારનારા લોકોને ગળે મળે છે. જેએનયૂમાં જઈને દેશના ટુકડા કનરાર લોકોની વાતનું આ લોકો સમર્થન પણ કરે છે.'

આ પણ વાંચોઃ જ્યારે દેશ શહીદોના શબના ટુકડા વીણી રહ્યો'તો, મોદી ચા-નાસ્તો કરતા'તા: કોંગ્રેસ

શું કહ્યું હતું કોંગ્રેસે?
કોંગ્રેસે ગુરૂવારે પુલવામા હુમલાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું. કોંગ્રેસના પ્રવક્તા રણદીપસિંહ સુરજેવાલાએ કહ્યું કે હુમલાના સમયે મોદી જિમ કોર્બેટ નેશનલ પાર્કમાં ડિસ્કવરી ચેનલના પ્રમુખ સાથે મગર સાથે એક ફિલ્મની શૂટિંગ કરી રહ્યા હતા. શહીદોના અપમાનનું જે ઉદાહરણ મોદીએ રજૂ કર્યું એવું આખી દુનિયામાં ક્યાંય જોવા નથી મળ્યું. જ્યારે દેશ શહીદોના શબના ટુકડા ભેગા કરી રહ્યો હતો, ત્યારે મોદી ચા-નાસ્તો કરી રહ્યા હતા.

amit shah congress bharatiya janata party narendra modi