ગુજરાત, મહારાષ્ટ્ર અને હરિયાણામાં 21 ઓક્ટોબરે મતદાન, 24મીએ પરિણામ

21 September, 2019 01:00 PM IST  |  નવી દિલ્હી

ગુજરાત, મહારાષ્ટ્ર અને હરિયાણામાં 21 ઓક્ટોબરે મતદાન, 24મીએ પરિણામ

ચૂંટણીની તારીખો થઈ જાહેર

ચૂંટણી પંચે મહારાષ્ટ્ર અને હરિયાણામાં થનારી વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે. બંને રાજ્યોમાં એકસાથે 21 ઓક્ટોબરે મતદાન કરવામાં આવશે અને પરિણામો પણ એકસાથે 24 ઓક્ટોબરે આવશે. સાથે જ ગુજરાતની પેટાચૂંટણીની તારીખો પણ આવી ગઈ છે.


પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનીલ અરોરાએ જણાવ્યું કે હરિયાણાની 90 વિધાનસભા બેઠકો પર ચૂંટણી થવાની છે. આ માટે 1.3 લાખ ઈવીએમનો ઉપયોગ કરવામાં આવશે. ત્યાં જ મહારાષ્ટ્રમાં 288 વિધાનસભા બેઠકો માટે ચૂંટણી થઈ રહી છે અને 1.8 લાખ ઈવીએમનો ઉપયોગ થશે. બંને રાજ્યોમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 4 ઓક્ટોબર છે અને 7 ઓક્ટોબર સુધીમાં ઉમેદવારો નામ પાછું લઈ શકે છે.


હરિયાણા વિધાનસભાના કાર્યકાળ 2 નવેમ્બર સુધી છે જ્યારે મહારાષ્ટ્ર વિધાનસભાનો કાર્યકાળ 9 નવેમ્બરે પુરો થઈ રહ્યો છે. એ પહેલા રાજ્યમાં ચૂંટણીની પ્રક્રિયા પૂરી કરવામાં આવશે. મહારાષ્ટ્રમાં 8.9 કરોડ મતદાતા છે જ્યારે હરિયાણામાં 1.28 કરોડ મતદાતા છે.

ખર્ચની સીમા નક્કી
મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનીલ અરોરાએ જણાવ્યું કે ઉમેદવાર માટે ચૂંટણીમાં ખર્ચની વધુમાં વધુ લિમિટ 28 લાખ નક્કી કરવામાં આવી છે. બંને રાજ્યોમાં આ નિયમ લાગૂ રહેશે. તેમણે જણાવ્યું કે તારીખોની જાહેરાત કરતા પહેલા ચૂંટણી પંચે સુરક્ષાની તપાસ કરી અને તૈયારીઓની સમીક્ષા કરી.

આ પણ જુઓઃ Happy Birthday Kareena: પ્રેમાળ માતા અને પર્ફેક્ટ પત્ની છે બેબો, જુઓ તસવીરો

ખર્ચ પર નજર રાખવા આવકવેરા વિભાગની ટીમ
મહારાષ્ટ્ર અને હરિયાણામાં થઈ રહેલા વિધાનસભા ચૂંટણી દરમિયાન ખર્ચ પર ખાસ આવકવેરા વિભાગની ટીમ નજર રાખી રહી છે. આવકવેરા વિભાગના 110 અધિકારીઓ આ માટે કાર્યરત છે.

gujarat maharashtra haryana national news