Rathyatra:PM Modiને યાદ આવ્યું વતન ગુજરાત, ટ્વિટ કરી કહ્યું આવું

04 July, 2019 11:30 AM IST  |  દિલ્હી

Rathyatra:PM Modiને યાદ આવ્યું વતન ગુજરાત, ટ્વિટ કરી કહ્યું આવું

Image Courtesy: Narendra Modi Tweet

લાગે છે કે વડાપ્રધાન મોદીને વતન ગુજરાત અને અમદાવાદ યાદ આવી રહ્યું છે. 15 વર્ષ ગુજરાતના મુખ્યપ્રધાનનું પદ સંભાળનાર નરેન્દ્ર મોદી વડાપ્રધાન બની ચૂક્યા છે. પરંતુ જ્યારે જ્યારે તે ગુજરાત આવે ત્યારે ત્યારે પોતાને કેટલો આનંદ થાય છે એ કહેતા રહે છે. જો કે આ વખતે તો લાગી રહ્યું છે કે દિલ્હીમાં બેઠા બેઠા પીએમ મોદી પોતાના રાજ્ય ગુજરાતને યાદ કરી રહ્યા છે. અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાઈ રહી છે, ત્યારે પીએમ મોદીએ પોતાના જૂના ફોટોઝ શૅર કર્યા છે.

જી હાં, પીએમ મોદીએ પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી પહિંદ વિધિના જૂના ફોટોઝ શૅર કરીને અમદાવાદની રથયાત્રાને યાદ કરી છે. આ ટ્વિટ પરથી જ લાગી રહ્યું છે કે વડાપ્રધાન મોદી ગુજરાત અને અમદાવાદની રથયાત્રાના ઉત્સવને યાદ કરી રહ્યા છે. આ જૂના ફોટોઝ શૅર કરવાની સાથે સાથે પીએમ મોદીએ દેશભરના નાગરિકોને અષાઢી બીજની શુભેચ્છા પણ પાઠવી છે. પીએમ મોદીએ ટ્વિટમાં લખ્યું છે કે,' રથયાત્રાના પાવન પર્વ પર તમામ લોકોને મારી શુભેચ્છાઓ. આપણે ભગવાન જગન્નાથની પ્રાર્થના કરીએ અને તમામ માટે સારુ સ્વાસ્થય, સુખ અને સમૃદ્ઘિ માટે તેમનો આર્શીવાદ માંગીએ'

જુઓ વડાપ્રધાન મોદીનું ટ્વિટ

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં લાંબા સમય સુધી મુખ્યપ્રધાન રહેનાર નરેન્દ્ર મોદીના નામે સૌથી વધુ વખત રથયાત્રામાં પહિંદ વિધિ કરવાનો રેકોર્ડ છે. જો કે દિલ્હીમાં બેઠા બેઠા પણ તેઓ રથયાત્રાને ભૂલ્યા નથી. રથયાત્રા દરમિયાન પીએમ મોદી દિલ્હીથી પ્રસાદ પણ મોકલે છે. ભગવાન જગન્નાથને યાદ કરીને તેઓ દર વર્ષે પ્રષાદ મોકલે છે.

આ પણ વાંચોઃ Rathyatra: ગજરાજ, અખાડિયનો અને ટેબ્લોથી આવી રીતે શોભી રહી છે રથયાત્રા

આ વર્ષે પણ પીએમ મોદીએ મીઠાઇ, ચોકલેટ, જાંબુ, મગ સહિતની પ્રસાદ સામગ્રી મોકલીને ભગવાન જગન્નાથ પ્રત્યેની ભક્તિને દર્શાવી છે. મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ પીએમ મોદીના પ્રસાદ વિશેની માહિતી આપી હતી.

Rathyatra narendra modi delhi news gujarat ahmedabad