ઓમર અબદુલ્લા અને મેહબૂબા મુફ્તીની ધરપકડ

06 August, 2019 10:01 AM IST  | 

ઓમર અબદુલ્લા અને મેહબૂબા મુફ્તીની ધરપકડ

મોદી સરકારે ઐતિહાસિક નિર્ણય લેતાં જમ્મુ-કાશ્મીરમાંથી વિવાદિત એવી ૩૭૦ અને ૩૫-એ હટાવી દીધી છે. આ દરમ્યાન જમ્મુ-કાશ્મીરનાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને પીડીપીનાં અધ્યક્ષા મેહબૂબા મુફ્તીની ધરપકડ કરવામાં આવી છે અને સાથે જ નૅશનલ કૉન્ફરન્સના નેતા ઓમર અબ્લ્દુલ્લાની પણ ધરપકડ કરવામાં આવી છે.મેહબૂબા મુફ્તીને ગઈ કાલે રાત્રે જ નજરકેદ કરવામાં આવ્યાં હતાં, પરંતુ આજે તેમની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ બાદ મુફ્તીને ગેસ્ટહાઉસ લઈ જવામાં આવ્યાં છે. રાજ્યમાંથી કલમ ૩૭૦ હટાવવાના પ્રસ્તાવ બાદ કેન્દ્ર સરકારે આ પગલું ભર્યું છે.

કાશ્મીરમાં અભૂતપૂર્વ સુરક્ષા અને હલચલ વચ્ચે મુખ્ય ધારાના અનેક નેતાઓને નજરકેદ કરી દેવાયા હતા. પીપલ્સ કૉન્ફરન્સના નેતા સજ્જાદ લોનને લઈને પણ આ માહિતી હતી. બીજી બાજુ કૉન્ગ્રેસ નેતા ઉસ્માન માજિદ અને સીપીએમના નેતા એમવાય તારીગામીએ પણ દાવો કર્યો છે કે તેમની મોડી રાત્રે ધરપકડ કરી લેવાઈ છે.

આ પણ વાંચો: સાત ઑગસ્ટે વડા પ્રધાન મોદી દેશને સંબોધિત કરશે

મેહબૂબા મુફ્તી અને ઉમર અબદુલ્લાએ મોડી રાત્રે ટ્વીટ કરીને કહ્યું કે અમને નજરકેદ કરાયાં છે. મેહબૂબા મુફ્તીએ ટ્વીટ કરીને કહ્યું કે કેવી વિડંબના છે કે અમારા જેવા શાંતિ માટે લડનારાં જનપ્રતિનિધિઓને હાઉસ-અરેસ્ટ કરી લેવાયાં છે. દુનિયા જોઈ રહી છે કે જમ્મુ-કાશ્મીરમાં કેવી રીતે લોકોનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે.

jammu and kashmir omar abdullah mehbooba mufti gujarati mid-day