શિવસેના અને કૉંગ્રેસે કર્યું ભારત બંધનું સમર્થન, મમતાએ કર્યો વિરોધ...

08 January, 2020 06:17 PM IST  |  Mumbai Desk

શિવસેના અને કૉંગ્રેસે કર્યું ભારત બંધનું સમર્થન, મમતાએ કર્યો વિરોધ...

વિભિન્ન શ્રમિક સંગઠનો તરફથી બોલાવવામાં આવેલા ભારત બંના સમર્થનને લઈને વિપક્ષી દળોમાં મતભેદ દેખાઇ રહ્યો છે. શ્રમિક સંગઠનોના આ બંધનું જ્યાં વામ મોરચો ખુલીને સમર્થન કરી રહ્યો છે, તો બીજી તરફ કૉંગ્રેસ નેતા રાહુલ ગાંદીએ ટ્વીટ કરતાં કેન્દ્રની મોદી સરકાર પર હુમલો કર્યો છે. ક્યારેક ભાજપાની સહયોગી રહેલી શિવસેના ટ્રેડ યૂનિયનોના બંધનું સમર્થન કરી રહી છે તો ભાજપાની કટ્ટર વિરોધી પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આ સીપીઆઇ(એમ)ની ગુંડાગર્દી કરાર આપતાં વિરોધ કર્યો છે.

રાહુલ ગાંધીએ ટ્વીટ કરી મોદી પર સાધ્યો નિશાનો
રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે મોદી-શાહ સરકારની જનવિરોધી, શ્રમિક વિરોધી નીતિઓએ ભયાવહ બેરોજગારી જન્માવી છે અને સાર્વજનિક ક્ષેત્રની કંપનીઓને નબળી બનાવી રહી છે, જેથી તેને મોદીના પૂંજીપતિ મિત્રોને વેચવા યોગ્ય જણાવી શકાય. ગાંધીએ કહ્યું કે આજે 25 કરોડ કામગારોએ આના વિરોધમાં ભારત બંધ જાહેર કર્યું છે. હું તેમને સલામ કરું છું.

શિવસેનાએ કર્યું સમર્થન
ભારત પેટ્રોલિયમમાં વિનિવેશના કેન્દ્ર સરકારના પગલાં વિરુદ્ધ મુંબઇમાં ભારત પેટ્રોલિયમ કૉર્પોરેશન લિમિટેડ(બીપીસીએલ)ના કર્મચારિઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છો. શિવસેનાએ ટ્રેડ યૂનિયનો દ્વારા બોલાવવામાં આવેલા ભારત બંધને સમર્થન આપ્યું છે. આની સાથે જ શિવસેનાએ કેન્દ્ર સરકાર પર તેની નીતિઓ અને નિર્ણયોને લઈને નિશાનો સાધ્યો છે...

મમતા બેનર્જીએ કર્યો વિરોધ
પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે સીપીઆઇ(એમ)ની કોઇ વિચારધારા નથી. રેલવે પાટા પર બૉમ્બ લગાડવા 'ગુંડાગર્દી' છે. આંદોલનના નામે પ્રવાસીઓને મારપીટ કરવામાં આવી રહી છે અને પત્થરમારો કરવામાં આવી રહ્યો છે. આ 'દાદાગિરી' છે, આંદોલન નહીં. હું આની નિંદા કરું છું.

આ પણ વાંચો : બિપાશા બાસુએ આ રીતે સાબિત કર્યું કે તે પણ છે એક ફેમિલી ગર્લ

નોંધનીય છે કે મોદી સરકારની નીતિઓ વિરુદ્ધ 10 મજૂર સંગઠનોએ બુધવારે ભારત બંધ તરીકે રાષ્ટ્રવ્યાપી હડતાળનું આહ્વાન કર્યું છે. આનો દાવો છે કે ભારત બંધમાં 25 કરોડ લોકો સામેલ થશે.

bharat bandh mamata banerjee shiv sena congress rahul gandhi