૭૯મા સ્વતંત્રતા દિવસે પીએમનો ભગવો લૂક, લાલ કિલ્લા પર કંઈક આ અંદાજમાં દેખાયા મોદી

16 August, 2025 07:15 AM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

79th Independence Day: આજે સ્વતંત્રતા દિવસના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભગવો લૂક ધારણ કર્યો હતો; તેમણે કેસરી સાફો અને કેસરી જેકેટ, સફેદ કુર્તો અને ત્રિરંગો સ્કાર્ફ પર્હેયો હતો

તસવીર સૌજન્ય : પીટીઆઇ

૭૯મા સ્વતંત્રતા દિવસ (79th Independence Day) નિમિત્તે નવી દિલ્હી (New Delhi)ના લાલ કિલ્લા (Red Fort)પરથી રાષ્ટ્રને સંબોધવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) ભગવા રંગના પોશાકમાં દેખાયા હતા. શુક્રવારનું સંબોધન તેમના ૧૨મા સ્વતંત્રતા દિવસના ભાષણનું પ્રતીક હતું, જે દરેક ભાષણ એક અનોખી શૈલી દ્વારા અલગ પડે છે.

સ્વતંત્રતા દિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra modi) હંમેશા તેમના કપડાં અને પોશાક માટે ચર્ચામાં રહે છે. દર વખતે, પીએમ મોદીની પાઘડી બાંધવાની શૈલી સૌથી આકર્ષક હોય છે. વર્ષ ૨૦૧૪થી આ વર્ષે ૨૦૨૫ સુધી, પીએમ મોદીનો એક અલગ જ પ્રકારનો અંદાજ જોવા મળી રહ્યો છે. સ્વતંત્રતા દિવસ (Independence Day)નું આજનું પીએમ મોદીનું ૧૨મું ભાષણ હતું.

આ વર્ષે ૭૯મા સ્વતંત્રતા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ પોશાક (PM Modi’s Independence Day Look)માં જોવા મળ્યા હતા. તેમણે ભગવો રંગ ધારણ કર્યો હતો. પીએમ મોદીએ તેમના સફેદ કુર્તા અને ચૂડીદાર સાથે કેસરી બંધગળાનું નેહરુ જેકેટ અને ત્રિરંગનો સ્ટોલ પહેર્યો હતો. સાથે જ માથા પર કેસરી રંગનો સાફો પહેર્યો હતો. આજે લાલ કિલ્લા પર પહોંચતા પહેલા, પીએમ મોદીએ રાષ્ટ્રને શુભેચ્છા પાઠવી અને દરેકને વિકસિત ભારત બનાવવા માટે વધુ મહેનત કરવા વિનંતી કરી.

પીએમ મોદીની સ્વતંત્રતા દિવસની પાઘડીઓ એક દ્રશ્ય પરંપરા બની ગઈ છે. ગયા વર્ષે, તેમણે એક વાઇબ્રન્ટ રાજસ્થાની લહેરિયા પાઘડી પહેરી હતી જે કેસરી, પીળા અને લીલા રંગની હતી - જે ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક ટેપેસ્ટ્રીનું પ્રતીક છે.

વર્ષ ૨૦૨૩માં તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીળા, લીલા અને લાલ રંગના શેડ્સમાં બાંધણી પ્રિન્ટ પસંદ કરી, અને તેને કાળા વી-નેક જેકેટ સાથે પહેરી હતી. વર્ષ ૨૦૨૨માં, નરેન્દ્ર મોદીએ લાલ મોટિફ્સ સાથે કેસરી પાધડી જે પાછળતી લટકતી હતી તેવી પહેરી હતી, જેને તેમણે વાદળી જેકેટ અને સ્ટોલ સાથે પૅર કરીને પહેરી હતી.

વર્ષ ૨૦૨૧માં, ક્રીમ અને કેસરી પાઘડી તેમના હાફ-સ્લીવ કુર્તા સાથે પૂરક હતી. જ્યારે વર્ષ ૨૦૨૦માં સફેદ રંગનો સ્કાર્ફ હતો જેના પર કેસરી બોર્ડર હતી, તે પહેરીને તેમણે રોગચાળાને અનુરૂપ દેખાવ કર્યો, જેનો ઉપયોગ રક્ષણાત્મક ચહેરાના આવરણ તરીકે થતો હતો.

વર્ષ ૨૦૧૪માં વડા પ્રધાન તરીકે તેમનો પહેલો સ્વતંત્રતા દિવસ લાલ જોધપુરી બંધેજ પાઘડીથી ઉજવવામાં આવ્યો હતો. પછીના વર્ષોમાં રંગોનો એક અનોખો રંગ જોવા મળ્યો. વર્ષ ૨૦૧૫માં પીળી અને બહુરંગી ક્રિસક્રોસ પાઘડીથી લઈને વર્ષ ૨૦૧૬માં ગુલાબી-પીળી ટાઈ-એન્ડ-ડાય વર્ઝન અને વર્ષ ૨૦૧૭માં લાલ અને પીળી પાઘડી સુધી. વર્ષ ૨૦૧૮માં કેસરી રંગે એક શક્તિશાળી, અનોખું નિવેદન આપ્યું.

independence day narendra modi red fort new delhi fashion news india national news news