ઉદ્ધવ ઠાકરે રાજ્યપાલને મળ્યા, સ્પીકરે ધારાસભ્યોને લેવડાવ્યા શપથ

27 November, 2019 03:18 PM IST  |  Mumbai

ઉદ્ધવ ઠાકરે રાજ્યપાલને મળ્યા, સ્પીકરે ધારાસભ્યોને લેવડાવ્યા શપથ

ઉદ્ધવ ઠાકરે રાજ્યપાલને મળ્યા (PC : ANI)

મહારાષ્ટ્ર વિધાનસભાનું વિશેષ સત્ર આજથી શરૂ થયું છે. પ્રોટેમ સ્પીકર કાલીદાસ કોલંબકરે સૌથી પહેલાં દેવેન્દ્ર ફડણવીસને ધારાસભ્ય પદ અને ગોપનીયતાના શપથ અપાવ્યા હતા. ત્યાર પછી કોલંબકરે દરેક 288 ધારાસભ્યોને પદ અને ગોપનીયતાના શપથ અપાવ્યા. એનસીપી સાંસદ સુપ્રીયા સુલેએ વિધાનસભાના દરેક ધારાસભ્યોને ગૃહ સુધી લઈ ગયા હતા. સુપ્રીયા તેમના ભાઈ અજીત પવારને ગળે લાગ્યા હતા. સુપ્રીયાએ કહ્યું, અમારી જવાબદારી વધી ગઈ છે. સમગ્ર મહારાષ્ટ્રની જનતા અમારી સાથે છે. આ દરમિયાન ઉદ્ધવ ઠાકરે અને તેમની પત્ની રશ્મિ રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને મળવા પહોંચ્યા હતા.

કોંગ્રેસ, શિવસેના અને NCP ના ગઠબંધનને મહારાષ્ટ્રી વિકાસ અઘાડી નામ આપ્યું
આ પહેલાં શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેને હોટલ ટ્રાઈડેંટમાં મંગળવારે ત્રણ પક્ષ (કોંગ્રેસ, શિવસેના અને NCP ના ગઠબંધનને મહારાષ્ટ્રી વિકાસ અઘાડી નામ આપ્યું) ની બેઠકમાં ગઠબંધન નેતા પસંદ કરવામાં આવ્યા છે. ત્યારપછી મોડી સાંજે ગઠબંધનનું પ્રતિનિધિ મંડળ રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને મળવા પહોંચ્યા. તેમાં આદિત્ય ઠાકરેની સાથે બાલાસાહેબ થોરાટ, એકનાથ શિંદે, છગન ભુજબળ સહિત ઘણાં નેતા સામેલ થયા હતા. તેમણે રાજ્યપાલને ધારાસભ્યોનો સમર્થન પત્ર સોંપ્યો અને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો. ઉદ્ધવ 28 નવેમ્બરે સાંજે 6.40 વાગે શિવાજી પાર્કમાં શપથ લેશે. તેઓ રાજ્યના 29માં મુખ્યમંત્રી બનશે.


મેં ક્યારેય નેતૃત્વનું સપનું નહતું જોયુ
ટ્રાઈડેંટ હોટલમાં સોમવારે મહારાષ્ટ્ર વિકાસ અઘાડી બેઠકમાં પહોંચેલા શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું- મેં ક્યારેય રાજ્યમાં નેતૃત્વનું સપનું નહતું જોયું. હું સોનિયા ગાંધી અને અન્યને ધન્યવાદ આપવા માંગુ છું. અમે એકબીજા પર વિશ્વાસ મુકીને દેશને નવી દિશા આપી રહ્યા છે. એનસીપી પ્રમુખ શરદ પવારે કહ્યું- રાજ્યમાં ફેરફારની જરૂર છે. બાલાસાહેબ ઠાકરેનો ઉલ્લેખ કરીને શરદ પવારે કહ્યું કે, તે ખૂબ હાજર જવાબી હતા. જો આજે તેઓ હોત તો બહુ ખુશ થાત. હોટલમાંથી નીકળીને ઉદ્ધવે માતોશ્રીમાં બાલાસાહેબના રુમમાં જઈને તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી.

આ પણ જુઓ : રખડતાં શ્વાનોને ખવડાવવા માટે 9 વર્ષનો બાળક વેચે છે પેઈન્ટિંગ

વિચારધારા સાથે કોઈ સમજૂતી નહીં થાય
ઉદ્ધવે એવું પણ કહ્યું કે, શિવસેનાએ હિન્દુત્વની વિચારધારા સાથે કોઈ સમજૂતી નથી કરી. તેમણે કહ્યું કે, મારા હિન્દુત્વમાં કઈ પણ ખોટુ નથી. તેઓ કહે છે કે, અમે શિવસેનાના આદર્શોનું ઉલ્લંઘન કર્યું છે પરંતુ હું જણાવવા માંગુ છું કે, તેમને પાલખીમાં બેસાડવા માટે શિવસેનાની સ્થાપના નથી થઈ.

mumbai news maharashtra uddhav thackeray shiv sena