ઘાટકોપરમાં ૮થી ૧૩ વર્ષનાં બાળકો માટે ત્રિદિવસીય સમર કૅમ્પ

05 May, 2025 06:59 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સમર કૅમ્પમાં વિશેષરૂપે લાઇફમાં ઉપયોગી મૉરલ વૅલ્યુઝ જેમ કે વિનય, ફિયર-ફ્રી એક્ઝામ, માસ્ટર કી ટુ સક્સેસ જેવા વિવિધ વિષય પર બાળકોને મનગમતું વાતાવરણ તૈયાર કરવામાં આવશે

રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજસાહેબ

રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજસાહેબનાં સુશિષ્યા પૂજ્ય શ્રી પરમ સમાધિજી મહાસતીજી આદિ ઠાણાના સાંનિધ્યે ઘાટકોપર પારસધામના આંગણે ૮-૧૩ વર્ષનાં બાળકો માટે અનોખો સ્પેશ્યલ સમર કૅમ્પ ‘ધ ટાઇમ ટ્રાવેલ’નું આયોજન ૬થી ૮ મે દરમ્યાન સવારે ૭થી બપોરે ૧ વાગ્યા દરમ્યાન કરવામાં આવ્યું છે.

સમર કૅમ્પમાં વિશેષરૂપે લાઇફમાં ઉપયોગી મૉરલ વૅલ્યુઝ જેમ કે વિનય, ફિયર-ફ્રી એક્ઝામ, માસ્ટર કી ટુ સક્સેસ જેવા વિવિધ વિષય પર બાળકોને મનગમતું વાતાવરણ તૈયાર કરવામાં આવશે જેમાં તેમને સમજાય એવી શૈલીમાં પ્રૅક્ટિકલ પ્રયોગો, ઇન્ટરેસ્ટિંગ પઝલ્સ, ઇન્સ્પિરેશનલ મૂવીઝ સાથે સેશન્સ લેવામાં આવશે.

વિશેષમાં બાળકોનો સર્વાંગી વિકાસ થઈ શકે માટે સ્પેશ્યલ સેલ્ફ ડેવલપમેન્ટ સેશન્સ પણ યોજવામાં આવશે.

રજિસ્ટ્રેશન કરાવવા માટે 80973 15404 નંબર પર સંપર્ક કરી શકાય.

ghatkopar jain community gujaratis of mumbai gujarati community news Education news mumbai mumbai news