રાજ્યપાલની રાષ્ટ્રપતિ શાસનની ભલામણ, શિવસેનાની સુપ્રીમમાં જવાની તૈયારી

12 November, 2019 03:13 PM IST  |  Mumbai

રાજ્યપાલની રાષ્ટ્રપતિ શાસનની ભલામણ, શિવસેનાની સુપ્રીમમાં જવાની તૈયારી

મહારાષ્ટ્રના ગવર્નર ભગત સિંહ કોશ્યારી

મહારાષ્ટ્રમાં સોમવારે દિવસભર ભારે રાજકિય ગતીવીધી જોવા મળી હતી. છતાં હજુ સુધી મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાનું કોકડું ઉકેલાયું નથી. ત્યારે આજે મંગળવારે મળી રહેલ માહિતી પ્રમાણે મહારાષ્ટ્રમાં જો કોઇ સરકાર બનાવવામાં અસમર્થ રહે તો રાજ્યપાલ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દેશે. સમાચાર એજન્સી એએનઆઇના જણાવ્યા પ્રમાણે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની ભલામણ કરી છે.


શિવસેના સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવી શકે છે
તો બીજી તરફ મળી રહેલ માહિતી પ્રમાણે જો રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગશે તો શિવસેના સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવશે. એએનઆઇના સુત્રોના જણાવ્યા અનુસાર શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ રાષ્ટ્રપતિ શાસનની સ્થિતિ પર પડકાર દેવા માટે કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલ સાથે વાત કરી છે. જોકે ઓફિશીયલી હજુ સુધી કઇ માહિતી આપવામાં આવી નથી.

વડાપ્રધાન મોદીએ બોલાવેલી કેન્દ્રીય કેબિનેટની બેઠક પુર્ણ
સમાચાર એજન્સી એએનઆઇના જણાવ્યા અનુસાર રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવા માટેની ભલામણ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય કેબિનેટની બેઠક બોલાવવામાં આવી હતી. જે હવે પુરી થઇ ગઇ છે અને મહારાષ્ટ્રને લઇને કોઇ મહત્વનો નિર્ણય આવી શકે છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદી બ્રાઝીલમાં થનારી શિખર સમ્મેલનમાં હાજર રહેવા માટે બપોરે રવાના થયા તે પહેલા આ મહારાષ્ટ્રને લઇને આ બેઠક બોલાવી હતી અને આવનારા સમયમાં મહત્વના સમાચાર મળી શકે છે.

આ પણ જુઓ : એક સમયે આવા લાગતા હતા વડાપ્રધાન મોદી, પોતે જ શૅર કર્યા ફોટોઝ

ઉદ્ધવ ઠાકરેએ કપિલ સિબ્બલ અને અહમદ પટેલ સાથે કરી વાત
જ્યારે બીજી તરફ રાજ્યપાલની રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવા માટેની ભલામણ બાદ શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે આ મામલા પર કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલ અને અહમદ પટેલ સાથે વાતચીત કરી છે.

mumbai news shiv sena maharashtra