ઉદ્ધવના શપથ પહેલા સુપ્રિયા સુળેએ બાળા સાહેબ ઠાકરને કર્યા યાદ

28 November, 2019 02:53 PM IST  |  Mumbai

ઉદ્ધવના શપથ પહેલા સુપ્રિયા સુળેએ બાળા સાહેબ ઠાકરને કર્યા યાદ

બાળા સાહેબ ઠાકરે

શરદ પવારની દિકરી અને સાંસદ સુપ્રિયા સુળેએ ઉદ્ધવ ઠાકરેના શપથ પહેલા બાળા સાહેબ ઠાકરે અને તેમના પત્નીને યાદ કરીને ખાસ ટ્વીટ કર્યું છે. સુપ્રિયા સુળેએ પોસ્ટમાં લખ્યું છે કે, "મા સાહેબ અને બાળા સાહેબ, આજે તમારી ખૂબ જ યાદ આવી રહી છે. આજે તમારે અહીં હોવાની જરૂર હતી. તમે મને દિકરી કરતા પણ વધારે પ્રેમ આપ્યો છે. મારા જીવનમાં તેમની ભૂમિકા હંમેશા ખાસ અને યાદગાર રહેશે."


ઉદ્ધવ લેવા જઈ રહ્યા છે શપથ
ઉદ્ધવ ઠાકરે આજે મુંબઈમાં દશેરાના દિવસે જ્યાં શિવસેનાનો વાર્ષિક શક્તિપ્રદર્શનનો કાર્યક્રમ યોજાય છે તે જાણીતા શિવાજી પાર્કમાં સાંજે ૬.૪૦ના મુહૂર્તમાં મુખ્ય પ્રધાનપદના શપથ ગ્રહણ કરશે. રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી ઠાકરેની સાથે એનસીપીના જયંત પાટીલ અને કૉન્ગ્રેસના બાળાસાહેબ થોરાતને નાયબ મુખ્ય પ્રધાન તરીકેના અને ૧૫થી ૨૦ પ્રધાનોને પણ શપથ લેવડાવશે, એમ સૂત્રોએ દાવો કર્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે તેમાં શિવસેના, એનસીપી અને કૉન્ગ્રેસના પ્રત્યેક પાંચ પ્રધાનો સામેલ થશે.

આ પણ જુઓઃ બાળાસાહેબનું સ્વપ્ન પૂર્ણઃ ઉદ્ધવ ઠાકરેની આજે તાજપોશી

બાળા સાહેબનું સ્વપ્ન થયું સાકાર
બાળા સાહેબ ઠાકરેનું હંમેશાથી સ્વપ્ન હતું કે શિવસેનાનો મુખ્યમંત્રી બને. જે આજે સાકાર થવા જઈ રહ્યું છે.મહારાષ્ટ્રમાં એક મહિનાની રાજકીય ઊથલપાથલ અને અસ્થિરતા બાદ હવે આખરે શિવસેનાના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરેના મુખ્ય પ્રધાનપદે ત્રણ પક્ષોની ‘મહા વિકાસ આઘાડી’ સરકાર બનવા જઈ રહી છે.

bal thackeray shiv sena uddhav thackeray