Supreme Court: તો શું અજીત પવાર ખોઈ બેસશે ‘ઘડિયાળ’? કોર્ટે શરદ પવારને ‘તુતારી’ તો સોંપી પણ...

19 March, 2024 06:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Supreme Court: શરદ પવારના જૂથને લોકસભા અને વિધાનસભાની ચૂંટણી માટે પાર્ટીના ચિન્હ માટે ‘શરણાઈ વગાડતા વ્યક્તિ’ને ઉપયોગ કરવાની મંજૂરી આપી દીધી છે.

શરદ પવાર અને અજીત પવારની ફાઇલ તસવીર

છેલ્લા કેટલાક સમયથી રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ પાર્ટીના બે ભાગલા પડ્યા છે ત્યારથી બંને જુથના પક્ષ ચિન્હ અને નામને લઈને સુપ્રીમ કોર્ટ (Supreme Court) દ્વારા આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આજે સુનાવણી દરમિયાન શરદ પવારને મોટી રાહત આપવામાં આવી છે. કોર્ટે શરદ પવારના જૂથને લોકસભા અને વિધાનસભાની ચૂંટણી માટે પાર્ટીના નામ તરીકે `રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી-શરદચંદ્ર પવાર` અને પાર્ટીના ચિન્હ માટે ‘શરણાઈ વગાડતા વ્યક્તિ’ને ઉપયોગ કરવાની મંજૂરી આપી દીધી છે.

કોર્ટ દ્વારા ચૂંટણી પંચને આપ્યા આ આદેશ

કોર્ટ (Supreme Court) દ્વારા ચૂંટણી પંચને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી-શરદચંદ્ર પવારના ચિન્હ તરીકે ‘ટ્રમ્પેટ વગાડતા વ્યક્તિ`ને લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ માટે માન્યતા આપવાનો પણ નિર્દેશ આપ્યો છે. આ સાથે જ કોર્ટે કમિશનને આદેશ પણ આપ્યો કે `ટ્રમ્પેટ વગાડતા વ્યક્તિ` આ ચિન્હને હવે પછી કોઈને પણ ફાળવવામાં ન આવે.

અજીત પવારે પાર્ટીમાં બળવો કરીને નવું જુથ બનાવ્યું હતું 

તમને ખ્યાલ જ છે કે અજિત પવારે તેમના કાકા શરદ પવાર સામે બળવો કર્યો હતો. કાકા સામે બળવો કર્યા બાદ તેઓ સીએમ એકનાથ શિંદેની ભાજપ અને શિવસેનાની ગઠબંધન સરકારમાં જોડાયા હતા અને પોતે ડેપ્યુટી સીએમનું પદ સંભાળ્યું હતું. ત્યારબાદ બંને જૂથો એટલે કે શરદ પવાર જૂથ અને અજિત પવાર જૂથ એમ બે ભાગ પડી ગયા હતા. બંને જુથ પાર્ટીના નામ અને ચૂંટણી ચિન્હ પર દાવો કરતાં હતા અને તેઓના જુથ પાસે જ વાસ્તવિક એનસીપી છે એવું કહ્યા કરતાં હતા. 

આ કેસમાં ચૂંટણી પંચે અજિત પવારની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. વિધાનસભાના અધ્યક્ષે એમ પણ કહ્યું કે NCP અજિત પવારની છે. આ અંગે શરદ પવાર જૂથે કોર્ટ (Supreme Court)નો સંપર્ક કર્યો હતો. 

અજીત પવારના જુથ માટે શું કહ્યું સુપ્રીમ કોર્ટે?

તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારના જૂથને સુપ્રીમ કોર્ટ (Supreme Court) તરફથી ઝટકો લાગ્યો છે. કોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે અજિત પવાર જૂથે હાલ માટે એનસીપીના ચૂંટણી ચિન્હ `ઘડિયાળ`નો ઉપયોગ કરવો જોઈએ, પરંતુ તેઓએ અંગ્રેજી, હિન્દી, મરાઠી મીડિયામાં જાહેર નોટિસ જારી કરવાની રહેશે. તેમણે તેમની તમામ પ્રચાર જાહેરાતોમાં ઉલ્લેખ કરવો પડશે કે તેમને ફાળવવામાં આવેલા ચૂંટણી ચિન્હ `ઘડિયાળ` સંબંધિત મામલો કોર્ટ સમક્ષ વિચારાધીન છે.

આ બધી ગડમથળો વચ્ચે NCP (SCP)ના નેતા જિતેન્દ્ર આહવાડે જણાવ્યું હતું કે, `અજિત પવાર ‘ઘડિયાળ’ તરીકે ચૂંટણી ચિન્હનો ઉપયોગ કરી શકશે, પરંતુ તેઓએ દરેક પોસ્ટર પર એવું લખવું પડશે કે અમે અંતિમ નિર્ણય આવ્યા સુધી જ આ ચૂંટણી ચિન્હનો ઉપયોગ કરી રહ્યા છીએ. તે સ્પષ્ટ છે કે ચૂંટણી પ્રતીક જવાનું છે. તેઓ પવાર સાહેબનો ફોટો પણ વાપરી નહીં શકે”

mumbai news mumbai sharad pawar ajit pawar nationalist congress party maharashtra news maharashtra political news supreme court