07 August, 2025 12:32 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સિદ્ધિવિનાયક મંદિર
૧૨ ઑગસ્ટે આવતી અંગારકી ચતુર્થીએ વધુમાં વધુ ગણેશભક્તો સિદ્ધિવિનાયક મંદિરમાં દર્શનનો લાભ લઈ શકે એ માટે પ્રભાદેવીના સિદ્ધિવિનાયક ટ્રસ્ટ દ્વારા મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સોમવારે મધરાતે ૧.૩૦ વાગ્યાથી પરોઢિયે ૩.૧૫ વાગ્યા સુધી દર્શન ચાલુ રહેશે. ત્યાર બાદ ૧૫ મિનિટ પછી ૩.૩૦ વાગ્યાથી મંગળવારે રાતે ૯ વાગ્યા સુધી દર્શન કરી શકાશે. છેલ્લાં દર્શન મંગળવારે રાતે ૯.૩૦ વાગ્યાથી ૧૧.૫૦ વાગ્યા સુધી થશે. આ દિવસે દાદર સ્ટેશનથી રવીન્દ્ર નાટ્યમંદિર સુધી ફ્રી બસસર્વિસ ઉપલબ્ધ હશે.