મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ યથાવત, શિવસેનાએ પોતાનો રસ્તો નક્કી કરે : પવાર

18 November, 2019 02:50 PM IST  |  New Delhi

મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ યથાવત, શિવસેનાએ પોતાનો રસ્તો નક્કી કરે : પવાર

શરદ પવાર (PC : ANI)

મહારાષ્ટ્રમાં છેલ્લા ઘણા દિવસોથી સત્તાન લઇને રાજકીય ગરમાવો ચાલી રહ્યો છે. રાજ્યમાં સરકાર બનાવવાને લઇને કોંગ્રેસ, એનસીપી અને શિવસેના વચ્ચે બેઠકો ચાલી રહી છે પણ હજુ સુધી કોઇ નિવેડો નથી આવ્યો. આ રાજકીય ચહલ-પહલ વચ્ચે NCP ના પ્રમુખ શરદ પવારે આજે કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મળવા દિલ્હી ખાતે પહોંચ્યા હતા. ત્યારે શરદ પવારે પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે ભાજપ, કોંગ્રેસ, એનસીપી અને શિવસેનાએ સાથે ચુંટણી લડી હતી. ભાજપ અને શિવસેનાએ પોતાનો રસ્તો નક્કી કરે અને અમે અમારી રણનીતિ નક્કી કરીશું.

સોનિયા ગાંધી સાથેની મુલાકાતમાં આગળવી રણનીતિ નક્કી કરાશે : નવાબ
આ બેઠકમાં સરકાર બનાવવા માટે શિવસેનાને સમર્થન આપવા અને ગઠબંધન કરવાને લઇને તમામ મુદ્રાઓ પર ચર્ચા થશે. બેઠક બાદ મહારાષ્ટ્રમાં ગઠબંધન સરકાર કરવાને લઇન કોઇ મહત્વનો નિર્ણય આવી શકે છે. NCP લિડર નવાબ મલીકે જણાવ્યું કે આજે એનસીપી પ્રમુખ શરદ પવાર અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી વચ્ચે મહત્વની બેઠક છે, જેમાં નક્કી કરવામાં આવશે કે આગળ શું કરવામાં આવશે.


સોમવારે સાંજે 4 વાગે શરદ પવાર-સોનિયા ગાંધી વચ્ચે થશે મહત્વની બેઠક
સમાચાર એજન્સી ANI ના જણાવ્યા અનુસાર સાંજે 4 વાગ્યા આસપાસ થનારી બેઠકમાં ભાગ લેવા માટે શરદ પવાર દિલ્હી આવી પહોંચ્યા છે. આ બેઠકમાં મહારાષ્ટ્રમાં થતી તમામ ગતિવિધીઓ પર બંને વચ્ચે ચર્ચા કરશે અને ભવિષ્યને લઇને યોજનાઓ નક્કી કરવામાં આવશે. સુત્રોનું માનીએ તો મંગળવારે કોંગ્રેસ અને એનસીપીના નેતાઓ સાથે મળીને સરકાર બનાવવાની પ્રક્રિયા શરૂ કરી દેશે.

આ પણ જુઓ : રખડતાં શ્વાનોને ખવડાવવા માટે 9 વર્ષનો બાળક વેચે છે પેઈન્ટિંગ

શરદ પવારે પુણેમાં યોજેલી બેઠકમાં ઘણા મહત્વના નિર્ણય લેવાયા
તમને જણાવી દઇએ કે રવિવારે પુણેમાં શરદ પવારની અધ્યક્ષતામાં એનસીપીની કોર કમીટીની બેઠક થઇ હતી જેમાં એનસીપી વિધાયક દળન નેતા અને પ્રદેશ અધ્યક્ષ જયંત પાટીલનો સહીત ઘણા દિગ્ગજ નેતાઓ જોડાયા હતા. પાર્ટી પ્રવક્તા નવાબ મલિકે જણાવ્યું કે બેઠકમાં મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઇને મહત્વના નિર્ણયો કરવામાં આવ્યા હતા. કોંગ્રેસ અને એનસીપી શિવસેનાને CM પદ આપવાને લઇને સહમત છે. સુત્રોનું માનીએ કોંગ્રેસ અને NCP પુરા પાંચ વર્ષ માટે ઉપ મુખ્યમંત્રી પદ સાથે ઘણા મહત્વના ખાતાઓ માંગી શકે છે.

new delhi sharad pawar shiv sena