રાજ ઠાકરેએ મહારાષ્ટ્ર સરકારને લખ્યો પત્ર, કરી આ માગણી, શું સરકાર માનશે?

16 April, 2024 10:05 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

શાળાઓમાં હાલ ઉનાળાની રજાની જાહેરાત કરી દેવી જોઈએ.

રાજ ઠાકરે (ફાઈલ તસવીર)

Raj Thackeray wrote a letter to Govt: પ્રદેશમાં તાપમાન દિવસે-ને-દિવસે વધી રહ્યું છે. ભીષણ ગરમી અને વધતાં તાપમાનથી લોકો હેરાન થઈ રહ્યા છે. ગરમીને કારણે રાજ્યમાં લૂના દર્દીઓ પણ દિવસે-ને-દિવસે વધતાં જાય છે. રાજ્યમાં તાપમાન વધારે વધવાની શક્યતા છે. હવામાન વિભાગે રાજ્યમાં લૂ લાગવાની શક્યતા પણ દર્શાવી છે. વધતી ગરમીને જોતાં સરકાર નાગરિકોને સાવચેત રહેવાની અપીલ કરી રહી છે. રાજ્યમાં ગરમીની સમસ્યાને જોતા મનસે અધ્યક્ષ રાજ રાજ ઠાકરેએ મહારાષ્ટ્ર સરકારને પત્ર લખ્યો છે. આ પત્રના માધ્યમે તેમણે સરકારને સ્કૂલમાં હવે ગ્રીષ્મકાલીન અવકાશ એટલે કે ઉનાળાની રજાની જાહેરાત કરવાની માગ કરી છે.

રાજ ઠાકરે તરફથી સરકારને લખવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે, "છેલ્લા કેટલાક દિવસથી મુંબઈ, થાણે જિલ્લા, પાલઘર જિલ્લા, કોંકણમાં દિવસનું સરેરાશ તાપમાન 40 ડિગ્રી સુધી ગયું છે. અલબત્ત, બાકીના મહારાષ્ટ્રમાં પણ સ્થિતિ અલગ નથી, ગરમીનું મોજું ચાલી રહ્યું છે, મૂળભૂત રીતે, હવામાન વિભાગે આવી લહેરોની શક્યતા વિશે અગાઉથી જાણ કેમ ન કરી? આવી સ્થિતિમાં બાળકોને શાળાએ જવું પડશે કારણ કે શાળાઓમાં ઉનાળાની રજાઓ શરૂ થવામાં હજુ થોડો સમય બાકી છે, આ અંગે આચારસંહિતા લાગુ હોવા છતાં સરકારે શાળાઓને ઉનાળાની રજાઓ જાહેર કરવાનો નિર્દેશ આપવા સૂચના આપવી જોઈએ. (Raj Thackeray wrote a letter to Govt)

વધુમાં, હજુ લાંબો ઉનાળો બાકી છે, તેથી હવામાન કેવી રીતે બદલાશે તેની ચોક્કસ આગાહી હોય તો લોકો તેમની પ્રવૃત્તિઓનું આયોજન કરી શકે છે. હું મહારાષ્ટ્રના સૈનિકોને વિનંતી કરું છું કે તેઓ હીટ વેવ દરમિયાન પોતાનું ધ્યાન રાખે. તેમજ, આ ભયંકર ગરમીમાં પ્રાણીઓ, નિરાધાર અને બેઘર લોકો સૌથી વધુ પીડાય છે, તેઓને પીવા માટે શુધ્ધ પાણી મળે તેની ખાતરી કરો. પક્ષીઓ માટે, ગેલેરીમાં અને છત પર પાણી એવી રીતે રાખો કે તેઓ સરળતાથી પાણી મેળવી શકે અને સરળતાથી પી શકે.

Raj Thackeray wrote a letter to Govt: ઉલ્લેખનીય છે કે પહેલી માર્ચથી ૧૨ એપ્રિલ સુધીના ૪૨ દિવસમાં મહારાષ્ટ્રમાં હીટ-સ્ટ્રોકના ૭૭ કેસ નોંધાયા હોવાનું રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું. ૭૭ કેસમાંથી ૩૬ કેસ ૪થી ૧૨ એપ્રિલના ૯ દિવસમાં નોંધાયા હતા અને આ સમયગાળા દરમ્યાન ગરમીનો પારો વધી ગયો હતો.

મુંબઈમાં ઉષ્ણતામાનનો પારો ૪૦ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જવા છતાં હીટ-સ્ટ્રોકનો એકેય કેસ નોંધાયો નથી. બુલઢાણામાં ૧૨, સિંધુદુર્ગમાં ૯, વર્ધામાં ૮, નાશિકમાં ૬, કોલ્હાપુર અને પુણેમાં પાંચ-પાંચ હીટ-સ્ટ્રોકના કેસ નોંધાયા હતા જ્યારે થાણેમાં ત્રણ કેસ નોંધાયા હતા.

હીટ-સ્ટ્રોકની સ્થિતિમાં શું કરવું જોઈએ એ વિશે બોલતાં આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે `લોકોએ વધારે પ્રમાણમાં પાણી પીવું જોઈએ અને બને તો દર ૨૦ મિનિટે પાણી પીવું જોઈએ. ગરમીમાં કામ કરતા લોકોએ એક કલાકના કામ બાદ પાંચ મિનિટનો બ્રેક લેવો જોઈએ. ઉષ્ણતામાન ૩૮ ડિગ્રી સેલ્સિયસથી વધારે થાય તો કામ વગર બપોરે ૧૨થી ૩ વાગ્યા સુધી ઘરની બહાર નીકળવું ન જોઈએ. આ સમયે બહાર નીકળવાથી ૧૫ મિનિટમાં શરીરનું તાપમાન વધી જાય છે.`

raj thackeray mumbai weather Weather Update maharashtra news maharashtra mumbai news mumbai Lok Sabha Election 2024