25 June, 2025 06:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગામમાં રોડ ન હોવાથી ગર્ભવતી મહિલાને કાવડમાં લઈ જવી પડી
મહારાષ્ટ્રના શહાપુર નજીક ચાફેવાડી ગામમાં મુખ્ય રસ્તા સુધીનો અપ્રોચ રોડ નથી એને કારણે આ ગામમાં રહેતી એક ગર્ભવતી મહિલાને પ્રસૂતિની પીડા ઊપડતાં ઍમ્બ્યુલન્સ બોલાવી હતી, પણ એ ગામ સુધી આવી નહોતી શકતી.
૨૧ વર્ષની સંગીતા મુકાનેને એક કિલોમીટર દૂર ઊભેલી ઍમ્બ્યુલન્સ સુધી પહોંચાડવા માટે કાવડ બનાવીને એમાં બેસાડવામાં આવી હતી. ઍમ્બ્યુલન્સ સુધી પહોંચે એ પહેલાં જ મહિલાને પ્રસૂતિ શરૂ થઈ ગઈ હતી. એ પછી તેને ઍમ્બ્યુલન્સમાં થાણેની સિવિલ હૉસ્પિટલમાં લઈ જવાઈ હતી જ્યાં તેની તબિયત સારી હોવાનું ડૉક્ટરે જણાવ્યું હતું.
સ્થાનિક કાર્યકર પ્રકાશ ખોડકરે જણાવ્યું હતું કે મોટાં શહેરોથી માત્ર ૧૦૦ કિલોમીટર દૂર હોવા છતાં અહીં રસ્તાની કે મેડિકલ સુવિધાઓ નથી. અનેક વાર પ્રશાસનને આ સંદર્ભે જણાવ્યું હોવા છતાં કોઈ ઉકેલ આવતો નથી.