Salman Khan Firing Case: સલમાન ખાનનાં ઘર બહાર ફાયરિંગ કરનાર બંને શૂટરોને મુંબઈ પોલીસે ભૂજથી દબોચ્યા

16 April, 2024 03:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Salman Khan Firing Case: મુંબઈ પોલીસે શૂટરોની ગુજરાતના ભુજમાંથી ધરપકડ કરી લીધી છે. ક્રાઈમ બ્રાન્ચને મોડી રાત્રે આ સફળતા મળી હતી.

સલમાન ખાનની ફાઇલ તસવીર

તાજેતરમાં જ બૉલીવુડનાં ભાઈજાન સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ (Salman Khan Firing Case) કરવામાં આવ્યું હતું. હવે પ્રાપ્ત અહેવાલો અનુસાર આ ફાયરિંગ કરનારા બંને શૂટરોની ધરપકડ કરી કરવામાં મુંબઈ પોલીસ સફળ થઈ છે. 

ક્યાંથી પકડાયા આ બંને આરોપી?

પ્રાપ્ત માહિતી અનુસાર મુંબઈ પોલીસે સલમાન ખાનનાં ઘરની બહાર ફાયરિંગ (Salman Khan Firing Case) કરનાર શૂટરોની ગુજરાતના ભુજમાંથી ધરપકડ કરી ;લીધી છે. એવા પણ સમાચાર છે કે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને મોડી રાત્રે આ સફળતા મળી હતી. મુંબઈ પોલીસે શંકાને સમર્થન આપતાં જણાવ્યું હતું કે શકમંદો ગુજરાતના ભુજ જિલ્લામાંથી પકડાયા હતા. પોલીસ ટૂંક સમયમાં ધરપકડ કરાયેલ વ્યક્તિઓ વિશે વધારાની વિગતો જાહેર કરશે.

શું છે મામલો?

તમને જણાવી દઈએ કે આ રવિવારે સવારે લગભગ 5 વાગ્યે બાંદ્રામાં ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ફાયરિંગ (Salman Khan Firing Case) કરવામાં આવ્યું હતું. બાઇક પર સવાર બે શખ્સોએ આ ગોળીબાર કર્યો હતો. આ એપાર્ટમેન્ટમાં સલમાન ખાન રહે છે. માટે જ આ ઘટના પાછળ પોલીસ ખૂબ જ ગંભીર બની હતી. આ સાથે જ એવી પણ માહિતી છે કે જ્યારે આ ઘટના બની ત્યારે સલમાન ખાન ઘરે જ હતો. હવામાં ફાયરિંગ કરીને બંને આરોપીઓ નાસી છૂટ્યા હતા. પોલીસે નજીકમાં હાજર સીસીટીવી ફૂટેજ તપાસ્યા અને બંને આરોપીઓની ઓળખ થઈ શકી હતી. હવે આ બંને આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે.

આ ઘટનાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈના ભાઈએ લીધી હતી. 

જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈએ સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ (Salman Khan Firing Case)ની જવાબદારી લીધી હતી. સોશિયલ મીડિયા પર આ ઘટનાની જવાબદારી લેતા અનમોલે તેને ટ્રેલર ગણાવ્યું હતું.

એક મહિના પહેલાથી પ્લાનિંગ કર્યું હોવાની માહિતી 

અત્યારે તો મુંબઈ પોલીસ આ મામલે તપાસ કરી રહ્યું છે. સૂત્રોએ કહ્યું હતું કે આ હુમલા માંતેનું પ્લાનિંગ લગભગ એક મહિના પહેલા રાજસ્થાનની અંદર કરવામાં આવ્યું હતું. એવુંપણ કહેવાય છે કે શખ્સોએ સલમાનના પનવેલ ફાર્મ હાઉસ પાસે એક રૂમ ભાડે લીધો હતો. અને જેવો મોકો મળ્યો ત્યારે આ બંનેએ તક જોઈને રવિવારે ફાયરિંગ કરી દીધું હતું. જોકે, હવે બંનેની ધરપકડ કરી લેવામાં આવી છે. 

`માતા કા મઢ` નજીકથી મળી આવ્યા બંને આરોપીઓ

એવા અહેવાલ છે કે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમે કચ્છના ભુજના માતા કા મઢ નજીકથી આ બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે. આ આરોપીઓની ઓળખ વિકી ગુપ્તા (ઉંમર 24) અને સાગર (21 વર્ષ) તરીકે થઈ છે. આ બંને આરોપીઓ બિહારના ચંપારણના રહેવાસી હોવાનું કહેવાય છે. હવે વહેલી તકે બને આરોપીઓને મુંબઈ લાવવામાં આવનાર છે.

mumbai news mumbai mumbai crime branch crime branch Salman Khan bandra mumbai crime news bhuj gujarat news