Mumbai Fire: મુલુંડના 6 માળના કોર્પોરેટ પાર્કમાં આગનું તાંડવ, ફાયર ટીમ દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન શરૂ

26 March, 2024 11:43 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Mumbai Fire: મુંબઈમાં ઉપનગરીય વિસ્તાર મુલુંડમાં છ માળના કોર્પોરેટ પાર્કમાં ભીષણ આગ ફાટી નીકળતા ધુમાડાથી ભરેલી ઇમારતના વિવિધ માળ પર લોકો ફસાઈ ગયા હતા

આગની પ્રતીકાત્મક તસવીર

આજનો મંગળવાર મુલુંડ માટે અમંગળ બની રહ્યો છે. આજે સવારે મુંબઈમાં ઉપનગરીય વિસ્તાર મુલુંડમાં છ માળના કોર્પોરેટ પાર્કમાં ભીષણ આગ (Mumbai Fire) ફાટી નીકળવાની ઘટના સામે આવી છે.

આગને કારણે ધુમાડામાં લપેટાઈ આગ, લોકો ફસાયાં 

પ્રાપ માહિતી અનુસાર આજે સવારે 9.25 વાગ્યાની આસપાસ આ આગ ફાટી નીકળી હતી. વળી આગ ફાટી નીકળ્યા બાદ કેટલાક લોકો તેમાં ફસાઈ ગયા હતા. અચાનક ફાટી નીકળેલી આગને કારણે સર્વત્ર ધુમાડો ફેલાઈ ગયો હતો. ધુમાડાથી ભરેલી ઇમારતના વિવિધ માળ પર લોકો ફસાઈ ગયા હતા. ફસાયેલા લોકોને બચાવવાના પ્રયાસો ચાલુ છે, એમ એક નાગરિક અધિકારીએ જણાવ્યું હતું.

આ આગની ઘટના (Mumbai Fire) અંગે અધિકારીએ માહિતી આપતા જણાવ્યું હતું કે આગ એલબીએસ રોડ પર બિલ્ડીંગના છઠ્ઠા માળે ફાટી નીકળી હતી. એવિયર કોર્પોરેટ પાર્કમાં ફાટી નીકળેલી આગમાં હજુ સુધી કોઈને ઈજા થઈ હોવાના કોઈ અહેવાલ મળ્યાં નથી.

ફાયર વિભાગની ટીમ દોડી આવી ઘટના સ્થળે

આગ લાગવાના સમાચાર (Mumbai Fire) મળતાની સાથે જ ફાયર બ્રિગેડના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. અધિકારીઓએ આપેલ માહિતી અનુસાર આ આગને ઓલવવા માટે ઓછામાં ઓછા ચાર ફાયર એન્જિન અને અન્ય વાહનો સ્થળ પર પહોંચી ગયા હતા. આ વાહનોની મદદથી આગને બુઝાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.

મુંબઈ પોલીસ, બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) અને અન્ય એજન્સીઓના કર્મચારીઓને સ્થળ પર પહોંચી ગયા છે. તેઓ પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે.

આ આગની ઘટના અંગે શું કહ્યું બીએમસીએ?

ફાટી નીકળેલી આગની ઘટના (Mumbai Fire) અંગે વધુ માહિતી આપતા બીએમસીએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં લગભગ 40થી 50 લોકોનું અસ્તરગ્રસ્ત બિલ્ડિંગમાંથી રેસ્ક્યૂ કરી લેવામાં આવ્યું છે. 

આ સાથે જ સિવિક બૉડીએ જણાવ્યું હતું કે આગ એલબીએસ રોડ પર સ્થિત `એવિયર કોર્પોરેટ પાર્ક` બિલ્ડિંગના માત્ર છઠ્ઠા માળ સુધી જ સીમિત રહી છે. હજુ સુધી તો આ દુર્ઘટનામાં કોઈને ઈજા થઈ હોવાના કોઈ અહેવાલ સામે આવ્યા નથી.

અન્ય એજન્સીના અધિકારીઓ પણ પહોંચી રહ્યા છે ઘટના સ્થળે

આગની ઘટના (Mumbai Fire) બની તે સ્થળે મુંબઈ પોલીસ, બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) અને અન્ય એજન્સીઓના કર્મચારીઓને બોલાવી લેવામાં આવ્યા છે. એમ નાગરિક સંસ્થાએ ઉમેર્યું હતું.

આ પહેલા મુંબઈના એન્ટોપ હિલ વિસ્તારમાં શુક્રવારે રાત્રે એક હાઈરાઈઝમાં આગ લાગી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ આગ રાત્રે 11 વાગ્યાની આસપાસ લાગી હતી. આ ઘટનાના પરિણામે કોઈ ઈજા કે જાનહાનિના અહેવાલ નથી, અધિકારીઓએ પુષ્ટિ કરી હતી કે આ ભીષણ આગ લગભગ 12.30 વાગ્યે ઓલવાઈ ગઈ હતી.

mumbai news mumbai fire incident mulund brihanmumbai municipal corporation