ગુજરાતથી આવી રહેલ ટ્રકમાં તપાસ કરી તો ચોંકી મુંબઈ પોલીસ! ૧૭ લાખનો ગુટખા મળ્યો

07 October, 2025 02:37 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Mumbai Crime: પોલીસે ગુજરાતથી ટ્રકમાં દાણચોરી કરીને લાવવામાં આવેલ ૧૭.૫૩ લાખ રૂપિયાના પ્રતિબંધિત ગુટખા જપ્ત કર્યો; એકની ધરપકડ કરી

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ (Mumbai)માં વધુ એક ગેરકાયદે ગુટખાની દાણચોરીનો બનાવ (Mumbai Crime) બન્યો છે. મુંબઈ પોલીસ (Mumbai Police)એ ૧૭.૫૩ લાખ રૂપિયાનો પ્રતિબંધિત ગુટખા જપ્ત કર્યો છે, જે ગુજરાત (Gujarat)થી મુંબઈ ટ્રકમાં દાણચોરી કરીને લઈ જવામાં આવી રહ્યો હતો. આ કેસમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે, એમ એક અધિકારીએ મંગળવારે પુષ્ટિ આપી હતી.

સમાચાર એજન્સી પીટીઆઈ દ્વારા અહેવાલ કરાયેલ પોલીસ રિલીઝ અનુસાર, બાતમીના આધારે કાર્યવાહી કરતા સ્થાનિક ગુના શાખાએ ૪ ઓક્ટોબરના રોજ મહારાષ્ટ્ર (Maharashtra)ના પાલઘર (Palghar) જિલ્લામાં મુંબઈ-અમદાવાદ હાઇવે (Mumbai-Ahmedabad highway) પર મનોર (Manor) ખાતે એક ટ્રકને અટકાવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન, પોલીસે ૧૭,૫૩,૪૮૮ રુપિયાની કિંમતનો સુગંધિત પાન મસાલા (ગુટખા) જપ્ત કર્યો હતો અને વાહન પણ જપ્ત કર્યું હતું.

પોલીસ રિલીઝમાં જણાવાયું છે કે, વાહનનો ડ્રાઇવર - મૂળ ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)નો અને હાલમાં થાણે (Thane) જિલ્લાના ભિવંડી (Bhiwandi) ખાતે રહે છે. ડ્રાઇવરની જપ્તી બાદ ધરપકડ કરવામાં આવી હતી. તેની સામે ભારતીય ન્યાય સંહિતા (Bharatiya Nyaya Sanhita - BNS) અને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ (Food Safety and Standards Act - FSSA) ની સંબંધિત જોગવાઈઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

અધિકારીઓએ વધુમાં પુષ્ટિ આપી હતી કે પ્રતિબંધિત ગુટખાના કન્સાઈનમેન્ટના સ્ત્રોત અને મુંબઈમાં પ્રાપ્તકર્તા બંનેને શોધવા માટે તપાસ ચાલી રહી છે.

અધિકારીઓને શંકા છે કે આ પ્રતિબંધિત માલ આંતરરાજ્ય દાણચોરીના મોટા નેટવર્કનો ભાગ હતો, અને ગેરકાયદેસર વેપારમાં સામેલ અન્ય વ્યક્તિઓ અથવા જૂથોને ઓળખવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

પોલીસે ભારપૂર્વક જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં પ્રતિબંધિત પદાર્થોનું વિતરણ કરવાનો પ્રયાસ કરનારાઓ સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે.

ગયા મહિને પાલઘરમાં ૧.૨૩ કરોડ રૂપિયાના ગુટખાના કન્સાઈનમેન્ટ સાથે બે શખ્સની ધરપકડ

મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં પોલીસે ગુટખા અને રુપિયા ૬ લાખના પ્રતિબંધિત તમાકુ ઉત્પાદનો જપ્ત કર્યા બાદ ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે ચોક્કસ માહિતીના આધારે કાર્યવાહી કરતા, સ્થાનિક ગુના શાખાએ ૨૮ ઓગસ્ટના રોજ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને તલાસરી વિસ્તારમાં રસ્તાની બાજુમાં આવેલા ઢાબા પાસે એક ટેમ્પો પાર્ક કરેલો મળી આવ્યો હતો. નિરીક્ષણ બાદ, અધિકારીઓને વાહનની અંદર છુપાયેલ ગુટખા અને અન્ય પ્રતિબંધિત તમાકુ ઉત્પાદનો મળી આવ્યા હતા.

ટેમ્પોમાં સવાર ત્રણેય મુસાફરોને તાત્કાલિક કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે કાયદાની સંબંધિત જોગવાઈઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે, અને સપ્લાય ચેઇનને શોધવા અને પ્રતિબંધિત પદાર્થના સ્ત્રોત અને ઇચ્છિત પ્રાપ્તકર્તાઓને ઓળખવા માટે વધુ તપાસ ચાલી રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે તલાસર (Talasar)ના વિકાસપાડા (Vikaspada) ખાતે પેટ્રોલિંગ દરમિયાન આ જપ્તી કરવામાં આવી હતી.

mumbai crime news Crime News thane bhiwandi ahmedabad mumbai gujarat highway mumbai police mumbai news