મુંબઈમાં વરસાદનું પુનઃ આગમન, મહારાષ્ટ્રના જીલ્લાઓ માટે IMDએ કરી આ આગાહી

30 July, 2026 01:05 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Mumbai and Maharashtra Weather Update: ચોમાસું ફરી સક્રિય થતાં મુંબઈમાં વરસાદ પાછો ફર્યો છે; IMD દ્વારા મહારાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ, ગાજવીજ અને ઝડપી પવન ફૂંકાવાની આગાહી સાથે રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરાયું છે

ફાઇલ તસવીર

ચોમાસાના ટૂંકા વિરામ બાદ ગુરુવાર, ૩૦ જુલાઈથી મુંબઈ (Mumbai) અને આસપાસના વિસ્તારોમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગ (Indian Meteorological Department) એ મુંબઈ અને થાણે (Thane) માટે `યલો એલર્ટ` જાહેર કરીને કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા, ભારે વરસાદ અને ઝડપી પવન ફૂંકાવાની આગાહી કરી છે. ચોમાસું ફરી સક્રિય થવાને કારણે મહારાષ્ટ્ર (Maharashtra) ના અન્ય ઘણા ભાગોમાં પણ હવામાન અંગે ચેતવણી જાહેર કરવામાં આવી છે. જાણી લઈએ હવામાન વિભાગે મુંબઈ અને મહારાષ્ટ્ર માટે વરસાદની કેવી આગાહી (Mumbai and Maharashtra Weather Update) કરી છે.

મુંબઈ અને થાણેમાં `યલો એલર્ટ`

હવામાન વિભાગે (IMD)એ મુંબઈ માટે હવામાનની ચેતવણી અપગ્રેડ કરીને `યલો એલર્ટ` આપ્યું છે. વિભાગના જણાવ્યા અનુસાર, છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ, વીજળીના ચમકારા અને ૫૦ થી ૬૦ કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવન સાથે ભારે વરસાદ પડી શકે છે.

થાણે જિલ્લામાં પણ ગુરુવારે સમાન હવામાન રહેવાની અને ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

પાલઘરમાં શુક્રવારે `ઓરેન્જ એલર્ટ`

આઇએમડીએ શુક્રવાર, ૩૧ જુલાઈ માટે પાલઘર (Palghar) જિલ્લા માટે `ઓરેન્જ એલર્ટ` જાહેર કર્યું છે. અહીં કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ, ગાજવીજ અને ૫૦ થી ૬૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની ચેતવણી આપવામાં આવી છે.

મહારાષ્ટ્રના જિલ્લા વાઈઝ હવામાન વિભાગની એલર્ટની સ્થિતિ

હવામાન વિભાગે મહારાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં રેડ એલર્ટ, ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ જાહેર કર્યું છે.

રેડ એલર્ટ:

જળગાંવ જિલ્લા માટે અતિશય ભારે વરસાદનું `રેડ એલર્ટ` જાહેર કરાયું છે.

ઓરેન્જ એલર્ટ:

રાયગઢ, પુણેના ઘાટ વિસ્તારો, કોલ્હાપુર, સાતારા, નાસિક, ધુળે, છત્રપતિ સંભાજીનગર, જાલના, અમરાવતી, વર્ધા, નાગપુર, ભંડારા, ગોંદિયા, ચંદ્રપુર અને ગઢચિરોલીમાં ભારેથી અતિભારે વરસાદ માટે `ઓરેન્જ એલર્ટ` આપવામાં આવ્યું છે.

યલો એલર્ટ:

મુંબઈ, થાણે, પાલઘર, નંદુરબાર, રત્નાગિરી, સિંધુદુર્ગ, બીડ, પરભણી, લાતુર, નાંદેડ, હિંગોળી, બુલઢાણા, અકોલા, વાશિમ અને યવતમાળમાં ભારે વરસાદની શક્યતા સાથે `યલો એલર્ટ` જાહેર કરાયું છે.

ડીપ ડિપ્રેશન સિસ્ટમને કારણે ચોમાસું ફરી સક્રિય

હવામાનશાસ્ત્રીઓના જણાવ્યા અનુસાર, ઓડિશા (Odisha) પર સર્જાયેલી ડીપ ડિપ્રેશન સિસ્ટમને કારણે આ વિસ્તારમાં ચોમાસાની ગતિવિધિઓ ફરી સક્રિય થઈ છે.

IMDના ડેટા મુજબ, મંગળવાર, ૨૮ જુલાઈથી બુધવાર, ૨૯ જુલાઈની સવાર વચ્ચે મુંબઈના કોલાબા ઓબ્ઝર્વેટરીમાં ૪.૮ મીમી અને સાંતાક્રુઝ સ્ટેશન પર ૦.૧ મીમી વરસાદ નોંધાયો હતો. આ પહેલાં પૂર્વ ઉપનગરોમાં સરેરાશ ૮ મીમી, જ્યારે પશ્ચિમ ઉપનગરો અને સિટી વિસ્તારમાં આશરે ૩ મીમી વરસાદ નોંધાયો હતો.

જુલાઈમાં મુંબઈમાં સરેરાશથી વધુ વરસાદ

સમગ્ર જુલાઈ મહિના દરમિયાન મુંબઈમાં સરેરાશ કરતાં વધુ વરસાદ (Mumbai Monsoon) નોંધાયા બાદ સક્રિય ચોમાસાની સિસ્ટમ ન હોવાને કારણે વરસાદનું જોર થોડું ઘટ્યું હતું.

અત્યાર સુધીમાં જુલાઈ મહિનામાં મુંબઈના ઉપનગરોમાં ૧,૪૯૦ મીમી વરસાદ નોંધાઈ ચૂક્યો છે, જે આ મહિનાના મુંબઈના વાસ્તવિક માસિક ક્વોટા કરતાં વધુ છે.

indian meteorological department mumbai monsoon mumbai rains monsoon news mumbai weather maharashtra news maharashtra mumbai mumbai news jalgaon raigad pune kolhapur satara nashik dhule Chhatrapati Sambhaji Nagar jalna amravati wardha nagpur chandrapur gadchiroli thane palghar nandurbar ratnagiri sindhudurg beed parbhani latur nanded akola