સ્કૂલના ઑનલાઇન ક્લાસમાં પૉર્ન ક્લિપ

27 November, 2022 11:38 AM IST  |  Mumbai | Mehul Jethva

મુલુંડની સ્કૂલમાં આવી ઘટના ચાર વાર બનતાં સ્કૂલે નોંધાવી પોલીસ-ફરિયાદ : ૫૦થી વધુ સ્ટુડન્ટ્સ અને ટીચર ઑનલાઇન હતા

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

મુલુંડમાં આવેલી એક પ્રખ્યાત સ્કૂલમાં ઑનલાઇન ક્લાસ ચાલુ હતા એ દરમ્યાન એકાએક અજ્ઞાત વ્યક્તિએ સાઇબર અટૅક કરી ઑનલાઇન ક્લાસમાં પ્રવેશી બ્લુ-ફિલ્મ ચાલુ કરી દીધી હતી, જેને આશરે ૫૦થી વધુ સ્ટુડન્ટ્સ અને ટીચરે જોઈ હતી. આ વિડિયો ૬૦ સેકન્ડ સુધી ચાલુ રહ્યો હતો. આ ઘટનાને ગંભીરતાથી લેતાં સ્કૂલ દ્વારા મુલુંડ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. આ પહેલાં પણ આ જ સ્કૂલમાં આવી ઘટના ચાર વખત બની હતી અને ગયા વર્ષે સ્કૂલ દ્વારા એક ફરિયાદ પણ કરવામાં આવી હતી.

મુલુંડ-વેસ્ટ કૉલોની વિસ્તારમાં આવેલી આ પ્રખ્યાત સ્કૂલમાં આવો ચોંકાવનારો બનાવ બન્યો હતો. પહેલી જુલાઈ, ૨૦૨૨એ સ્કૂલમાં અભ્યાસ કરતાં બાળકોના ઑનલાઇન ક્લાસ લેવામાં આવી રહ્યા હતા ત્યારે એકાએક બ્લુ-ફિલ્મ એકાએક મોટા અવાજ સાથે ચાલુ થઈ હતી. આશરે ૬૦ સેકન્ડ સુધી ચાલેલી આ ફિલ્મ બાદ મુખ્ય ઍડમિને અકાઉન્ટ બંધ કર્યું હતું. ઘટનાને ગંભીરતાથી લેતાં મુલુંડ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી.

મુલુંડ પોલીસ-સ્ટેશનના એક અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે આ જ સ્કૂલમાં આવી ઘટના ગયા વર્ષે પણ થઈ હતી, જેની ફરિયાદ પણ સ્કૂલ દ્વારા કરવામાં આવી હતી. આ સ્કૂલમાં આવી ઘટના ચોથી વાર બની છે. જે આઇપી ઍડ્રેસથી લૉગ-ઇન કરવામાં આવ્યું હતું એની તપાસ સાઇબર ક્રાઇમના અધિકારીઓ કરી રહ્યા છે.

mumbai mumbai news mulund mumbai police mehul jethva