BJP ની પીછેહટ બાદ રાજ્યપાલનો શિવસેનાને પ્રશ્ન : શું તમે સરકાર બનાવશો ?

10 November, 2019 08:16 PM IST  |  Mumbai

BJP ની પીછેહટ બાદ રાજ્યપાલનો શિવસેનાને પ્રશ્ન : શું તમે સરકાર બનાવશો ?

ઉદ્ધવ ઠાકરે

મહારાષ્ટ્રમાં ચાલી રહેલ સત્તાની ખેંચતાળમાં ભાજપની પીછે હટ બાદ રાજ્યપાલે શિવસેનાને પ્રશ્ન કર્યો છે કે શું તમે સરકાર બવશો.? મહારાષ્ટ્રની વિધાનસભા ચૂંટણી પરિણામોમાં શિવસેના બીજા મોટા પક્ષ તરીકે ઉભરી આવતા હવે તેમને આ સવાલ કરાયો છે. રાજ્યપાલે મહારાષ્ટ્ર શિવસેનાના પક્ષના નેતા એકનાથ શિંદેને આ સવાલ કર્યો છે. ભાજપ અને શિવસેના વચ્ચે 50-50ના ફોર્મ્યુલા અંગે મડાગાંઠ ન ઉકલતા ભાજપે સરકાર નહીં બનાવી શકાય તેમ કહી હથિયાર મુકી દીધા છે. ત્યારે રાજ્યપાલે પ્રક્રિયા મૂજબ બીજા મોટા પક્ષને સરકાર બનાવવા આમંત્રણ આપ્યું છે.

સરકાર બનાવવા રાજ્યપાલે શિવસેનાને 24 કલાકને સમય આપ્યો
રાજ્યપાલે શિવસેનાને 24 કલાકનો સમય આપ્યો છે. આવતીકાલે સાંજે સાડા સાત વાગ્યા સુધી સરકાર મળવા માટે કહ્યું છે. તેમજ સરકાર કેવી રીતે બનાવશે તે જણાવવા પણ કહ્યું છે. તેવા સમયે હવે શિવસેના શું કરશે તેની પર સૌની નજર છે. બીજીતરફ હવે ઉદ્ઘવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે મુલાકાત થાય તેવા સમાચાર પણ સામે આવી રહ્યાં છે.

આ પણ જુઓ : Maharashtra Assembly Polls: આમિર ખાન, શાહરૂખ ખાન, ગોવિંદાએ કર્યું મતદાન....

શિવસેનાની જીદના કારણે અમે સરકાર નહીં બનાવી શકીએ : ભાજપ
સરકાર રચવા અંગે કોકડુ વધુ ગુંચવાયુ છે. મુખ્યપ્રધાન ફડણવીસે રાજ્યપાલ સાથે મુલાકાત કર્યા બાદ હવે ભાજપે મોટો ખુલાસો કર્યો છે. ભાજપના દિગ્ગજ નેતા ચંદ્રકાન્ત પાટીલે કહ્યું કે શિવસેના તૈયાર ન હોવાથી અમે સરકાર નહીં રચીએ. શિવસેનાની જીદના કારણે ભાજપ સરકાર નહીં રચે. આ સાથે જ શિવસેનાને કોંગ્રેસ અને NCP સાથે ગઠબંધન કરી સરકાર રચવા માટે શુભેચ્છા પણ પાઠવી છે.

mumbai news uddhav thackeray shiv sena maharashtra bharatiya janata party devendra fadnavis