લંડન, અબુધાબી કે મુંબઈ? અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની સાચી માહિતી અહીં

24 April, 2024 02:17 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આ વર્ષની શરૂઆતમાં ગુજરાતના જામનગરમાં એક ભવ્ય અને સ્ટાર-સ્ટડેડ પ્રી-વેડિંગ ઈવેન્ટ બાદ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ (Anant Ambani and Radhika Merchant) જુલાઈમાં લગ્નના બંધનમાં બંધાશે

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની ફાઇલ તસવીર

આ વર્ષની શરૂઆતમાં ગુજરાતના જામનગરમાં એક ભવ્ય અને સ્ટાર-સ્ટડેડ પ્રી-વેડિંગ ઈવેન્ટ બાદ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ (Anant Ambani and Radhika Merchant) જુલાઈમાં લગ્નના બંધનમાં બંધાશે. એવા અહેવાલો આવી રહ્યા છે કે આ બહુપ્રતિક્ષિત લગ્ન લંડનના એક ભવ્ય સ્થળે યોજાશે. જોકે, હવે ઈન્સ્ટાગ્રામ પરના એક પાપારાઝી એકાઉન્ટે દાવો કર્યો છે કે લગ્ન લંડન કે અબુ ધાબીમાં નહીં, પરંતુ મુંબઈમાં જ થશે. જોકે, આ સમાચાર અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી.

અગાઉ, ઈન્ડિયા ટુડેના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ (Anant Ambani and Radhika Merchant)ના લગ્ન જુલાઈમાં લંડનમાં તેમના સ્ટૉક પાર્ક એસ્ટેટમાં થવાના છે. વરરાજાના મમ્મી નીતા અંબાણી તમામ વ્યવસ્થાની દેખરેખ કરી રહ્યાં હોવાનું કહેવાય છે. અનંતે અગાઉ તેમની સફળતાનો શ્રેય તેમની માતા નીતા અંબાણીને આપ્યો હતો, જેમણે એકલા હાથે ત્રણ દિવસીય પ્રી-વેડિંગ સેલિબ્રેશનનું આયોજન કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, મીડિયામાં પ્રકાશિત થયેલા ઘણા અહેવાલો સૂચવે છે કે, લંડનમાં યોજાનાર લગ્ન પ્રસંગમાં બોલિવૂડ સેલિબ્રિટીઝ (Anant Ambani and Radhika Merchant)ને આમંત્રણ આપવામાં આવ્યું છે. લગ્ન પહેલાંની ઉજવણીમાં પ્રકૃતિ અને પરંપરાગત ભારતીય ઉદ્દેશો સહિત વિવિધ થીમ દર્શાવવામાં આવી હતી, પરંતુ લગ્નના તહેવારો અંગેની વિશિષ્ટતાઓ હજુ જાહેર કરવામાં આવી નથી. જુલાઈમાં અપેક્ષિત મહેમાનોની યાદીમાં શાહરૂખ ખાન, સલમાન ખાન, બચ્ચન પરિવાર, રણવીર સિંહ, દીપિકા પાદુકોણ, વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા, રણબીર કપૂર અને આલિયા ભટ્ટ, તેમ જ વિકી કૌશલ અને કેટરિના કૈફનું નામ સામેલ છે.

અનંત અંબાણીએ ઓડિશાના જગન્નાથ મંદિર અને ગુવાહાટીના મા કામાખ્યા મંદિરને આપ્યું પાંચ કરોડ રૂપિયાનું ડોનેશન

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચૅરમૅન મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણીએ દેશનાં બે મોટાં મંદિરોને ૫ કરોડ રૂપિયાથી વધુનું દાન કર્યું છે. અનંતે ઓડિશાના પ્રસિદ્ધ જગન્નાથ મંદિર અને આસામના મા કામાખ્યા મંદિરને અઢી-અઢી કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. ચૈત્ર નવરાત્રિની અષ્ટમી નિમિત્તે ૨૯ વર્ષના અનંતે ગુવાહાટીમાં કામાખ્યા મંદિરમાં માતાજીનાં દર્શન કર્યાં હતાં.

અનંત અને રાધિકા મર્ચન્ટ ભારતભરનાં મંદિરોમાં દર્શન કરવા જતાં હોય છે. આ જ વર્ષે અંબાણી પરિવારે જામનગરમાં ૧૪ નવાં મંદિરોનું નિર્માણ કરાવ્યું છે. ગયા મહિને અનંત અને રાધિકાનું ભવ્યાતિભવ્ય પ્રી-વેડિંગ ફંક્શન જામનગરમાં કરવા પહેલાં ડિસેમ્બર ૨૦૨૨માં તેમની રોકા વિધિ નાથદ્વારાના મંદિરના પ્રાંગણમાં કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, આ મહિનાની શરૂઆતમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે ૨૦ લક્ઝરી કારના કાફલા સાથેની સઘન સુરક્ષા વચ્ચે દુબઈના બે મૉલમાં શૉપિંગ કરી હતી. માર્ચમાં મુકેશ અને નીતા અંબાણીએ અનંત અને રાધિકા માટે જામનગરમાં ત્રણ દિવસ માટે ભવ્ય પ્રી-વેડિંગ સેલિબ્રેશનનું આયોજન કર્યું હતું, જેમાં દેશ-વિદેશની જાણીતી હસ્તીઓ હાજર રહી હતી. આ ફંક્શનના વિડિયો હજી પણ એટલા જ ચર્ચામાં છે. અનંત અને રાધિકાએ ડિસેમ્બર ૨૦૨૨માં રાજસ્થાનના નાથદ્વારામાં રોકા સેરેમની અને જાન્યુઆરી ૨૦૨૩માં મુંબઈમાં સગાઈ કરી હતી. બન્ને એકમેકને બાળપણથી ઓળખતાં હતાં, પણ ૨૦૧૮માં મૅચિંગ કપડાંમાં તેમની એક તસવીર વાઇરલ થતાં લોકોને તેમની રિલેશનશિપ વિશે જાણ થઈ હતી.

Anant Ambani radhika merchant mukesh ambani nita ambani mumbai london abu dhabi mumbai news