હું ‘હિન્દુત્વ’ની વિચારધારા સાથે છું, ફડણવીસ સારા મિત્ર રહેશે: ઉદ્ધવ

01 December, 2019 07:50 PM IST  |  Mumbai

હું ‘હિન્દુત્વ’ની વિચારધારા સાથે છું, ફડણવીસ સારા મિત્ર રહેશે: ઉદ્ધવ

મહારાષ્ટ્રની સંસદમાં ઉદ્ધવ ઠાકરે (PC : ANI)

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન બન્યા બાદ ઉદ્ધવ ઠાકરે પહેલીવાર ગૃહને સંબોધન કર્યું હતું. તેમણે પોતાના સંબોધનમાં પુર્વ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસને સારા મિત્ર કહ્યા તો પોતે હજુ હિન્દુત્વની વિચારધારા સાથે છે તેવું કહ્યું હતું.

મેં દેવેન્દ્ર ફડણવીસ પાસેથી અનેક વાતો શીખી છે
: ઉદ્ધવ ઠાકરે
મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉધ્ધવ ઠાકરેએ રવિવારે સદનમાં ભારતીય જનતા પાર્ટીના નેતા અને ભૂતપૂર્વ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસના વખાણ કરતા કહ્યું કે, 'મેં દેવેન્દ્ર ફડણવીસ પાસેથી અનેક વાતો શીખી છે, હું હંમેશા તેમનો મિત્ર રહીશ' તેઓએ કહ્યું કે, 'છેલ્લા 5 વર્ષોમાં મેં ક્યારેય પણ સરકાર સાથે વિશ્વાસઘાત કર્યો નથી. હું તમને (દેવેન્દ્ર ફડણવીસ) 'વિપક્ષ નેતા' નહીં કહુ પરંતુ હું તમને 'જવાબદાર નેતા' કહીશ. જો તમે અમારા માટે સારા હોત, તો આ બધુ (ભાજપ-શિવસેના વચ્ચે ભાગલા) ન થયું હોત'


હું હજું હિન્દુત્વની વિચારધારા સાથે જ છું
: ઉદ્ધવ ઠાકરે
તો ઉદ્ધવ ઠાકરેએ વધુમાં જણાવ્યું હતું કે હિન્દુત્વને લઈને અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે પણ તમને જણાવી દઉ કે, 'હું હજુ પણ 'હિન્દુત્વ'ની વિચારધારા સાથે છું અને તેને ક્યારેય પણ નહીં છોડુ. છેલ્લા 5 વર્ષોમાં મેં ક્યારેય પણ સરકાર સાથે વિશ્વાસઘાત કર્યો નથી'

આ પણ જુઓ : રાજકોટના ડૉ. હિરેન ઘેલાણીએ મેળવી આ સિદ્ધી, મળવા જઈ રહ્યું છે મોટું સન્માન

5 વર્ષમાં ક્યારેય સરકાર સાથે દગો નથી કર્યો : ઉદ્ધવ ઠાકરે
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, ''હું હિન્દુત્વની વિચારધારા સાથે છું અને તેને ક્યારેય નહીં છોડું. સૌથી ભાગ્યશાળી મુખ્યમંત્રી છું કારણ કે મારો વિરોધ કરનારા હવે સરકાર સાથે છે અને જે પહેલા સાથે હતા તેઓ હવે વિપક્ષમાં છે. ફડણવીસ પાસેથી મેં ઘણી સારી વાતો શીખી. હંમેશા તેમનો મિત્ર રહીશ. તેમને વિપક્ષના નેતા નહીં પરંતુ એક જવાબદાર નેતા કહીશ. છેલ્લા પાંચ વર્ષમાં મેં ક્યારેય સરકાર સાથે દગો નથી કર્યો. જો તેઓ(ફડણવીસ) તેમના વાયદા પર કાયમ રહ્યા હોત તો અમારી વચ્ચે ક્યારેય વિવાદ થાત નહીં. મેં અહીં આવવા વિશે ક્યારેય વિચાર્યું ન હતું પરંતુ જનતાના આશીર્વાદથી આ અવસર મળ્યો છે. ''

mumbai news maharashtra uddhav thackeray devendra fadnavis shiv sena