ભાયખલામાં મહાગણપતિની મૂર્તિ બની છે બામ્બુ અને કપડામાંથી

26 August, 2025 12:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બાપ્પાના સુંદર સ્વરૂપને ઇકો-ફ્રેન્ડલી મૂર્તિનું સ્વરૂપ આપવા માટે મૂર્તિકારે બામ્બુસ્ટિકના જુદા-જુદા માપના ટુકડા કરીને ખૂબ ચીવટથી ગોઠવવાનું કામ કર્યું હતું

ભાયખલામાં મહાગણપતિની મૂર્તિ બની છે બામ્બુ અને કપડામાંથી

ભાયખલા-વેસ્ટના મકબા ચાલ સાર્વજનિક ગણેશોત્સવ મંડળના ‘મહાગણપતિ’ની ૮ ફુટ ઊંચી મૂર્તિ બામ્બુ અને કાપડમાંથી બનાવવામાં આવી છે. બાપ્પાના સુંદર સ્વરૂપને ઇકો-ફ્રેન્ડલી મૂર્તિનું સ્વરૂપ આપવા માટે મૂર્તિકારે બામ્બુસ્ટિકના જુદા-જુદા માપના ટુકડા કરીને ખૂબ ચીવટથી ગોઠવવાનું કામ કર્યું હતું. એના આધાર માટે પર્યાવરણને નુકસાન થાય એવા મટીરિયલના ઉપયોગને બદલે કાપડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સંપૂર્ણપણે એન્વાયર્નમેન્ટ-ફ્રેન્ડ્લી અને યુનિક રીતે બનાવવામાં આવેલી આ મૂર્તિ અત્યારથી જ લોકોને આકર્ષિત કરી રહી છે.

byculla ganpati ganesh chaturthi news festivals religion religious places hinduism mumbai mumbai news