નાલાસોપારામાં ગુજરાતી મહિલાનો કોહવાઈ ગયેલો મૃતદેહ મળી આવ્યો : પતિ છે ફરાર

14 February, 2023 10:15 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

આ મામલામાં તુલિંજ પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે

​હાર્દિક શાહનો સ્કેચ

નાલાસોપારાના તુલિંજ વિસ્તારમાં એક બંધ ફ્લૅટમાં એક પલંગની અંદરથી ચાલીસ વર્ષની મહિલાની કોહવાઈ ગયેલી લાશ મળી આવી હતી. આ મહિલાનું નામ મેઘા શાહ છે. આ ઘટના બાદ તેનો પતિ હાર્દિક શાહ ફરાર થઈ ગયો છે અને પોલીસ તેને શોધી રહી છે.

નાલાસોપારા-ઈસ્ટના તુલિંજ વિસ્તારમાં સીતા સદન બિલ્ડિંગના બીજા માળે આવેલા એક ઘરમાંથી દુર્ગંધ આવી રહી હતી. ગઈ કાલે દુર્ગંધ વધી જતાં પાડોશીઓએ પોલીસને આ વિશે જાણ કરી હતી. જ્યારે તુલિંજ પોલીસે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘ઘરનો દરવાજો તોડ્યો તો ઘરના પલંગમાંથી એક મહિલાની લાશ મળી આવી હતી. આ મહિલાનું નામ મેઘા શાહ છે, તેનો પતિ હાર્દિક શાહ ફરાર છે. તેણે હત્યા કરી હોવાની અમને શંકા છે. શાહદંપતી વીસ દિવસ પહેલાં આ બિ​લ્ડિંગમાં ભાડાના ફ્લૅટમાં રહેવા આવ્યું હતું.’

આ મામલામાં તુલિંજ પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે.

ચોંકાવનારી વાત એ છે કે હાર્દિક શાહે  તેની પત્ની મેઘાની મમ્મીને મેસેજ કર્યો હતો કે મેં તારી દીકરીને પતાવી દીધી છે. 

mumbai mumbai news Crime News mumbai crime news nalasopara palghar preeti khuman-thakur