Corona Virus Effect: ઉદ્ધવ ઠાકરેએ આખા મહારાષ્ટ્રમાં લાગુ કર્યો કર્ફ્યુ

23 March, 2020 08:11 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Corona Virus Effect: ઉદ્ધવ ઠાકરેએ આખા મહારાષ્ટ્રમાં લાગુ કર્યો કર્ફ્યુ

મહારાષ્ટ્ર મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે

મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આજે આખા રાજ્યમાં કર્ફ્યુ લાદવાની જાહેરાત કરી છે. આ પગલાંને જનતાએ સાવચેતીનાં પગલા તરીકે જ જોવા તેવી તાકીદ પણ ઉદ્ધવ ઠાકરેએ કરી છે. તેમણે સાથે કહ્યું છે કે નાગરિકોએ પોતાની જ સલામતી ખાતર ઘરમાં જ રહેવું જોઇએ અને કોરોનાવાઇરસનાં પ્રસારને અટકાવવામાં સહાય કરવી જોઇએ. 

આ પણ વાંચો Corona Virus Outbreak: મહારાષ્ટ્રમાં લાગુ થશે 144, જાણો શું છે આ કલમ

સીઆરપીસી સેક્શન 144 આજથી લાગુ કર્યું હોવા છતા ંપણ અનેક લોકો ઘરની બહાર નીકળી રહ્યા હતા અને ઘણાં લોકો રસ્તા અને શેરીઓમાં જોવા મળ્યા હતા. વળી અમુક મુખ્ય રસ્તાઓ તો વાહનોથી ખીચોખીચ હતા. આ સંજોગોમાં સરકાર પાસે કર્ફ્યુ લાદવા સિવાયનો બીજો કોઇ રસ્તો બચ્યો ન હોવાથી આ નિર્ણય લેવાયો છે. ઉદ્ધવ ઠાકરેએ ઉમેર્યું કે, "લોકોએ  Covid-19 સામેના આ યુદ્ધને ગંભીરતાથી લેવું જોઇએ. ઉદ્ધવ ઠાકરેએ ગઇકાલે નાગરિકોને સંબોધ્યા હતા અને આજે ફરી સંબોધન કર્યું હતું. જાણો લૉકડાઉનનાં ઓર્ડર્સ શું છે.

144ની ધારા એટલા માટે લાગુ કરાઇ છે જેથી લોકોને અનિવાર્ય ચીજો મળતી રહે તથા લોકોને હાલાકી ન પડે." 31મી માર્ચ સુધી બીજી તમામ સેવાઓ સ્થગિત કરાઇ છે જેમ કે રેલ્વે, સબર્બન ટ્રેઇન્સ અને મુંબઇ એરપોર્ટ પર લેન્ડ થતી ફલાઇટ્સ સુદ્ધાં અટકાવવામાં આવી છે. બધાં જ જિલ્લાઓની બોર્ડર્સ પણ સિલ કરાશે જેથી નોવલ કોરોના વાઇરસનાં પ્રસારને અટકાવી શકાય. 

અત્યાર સુધીમાં મહારાષ્ટ્રમાં કોરોનાવાઇરસનાં કુલ 89 કેસિઝ પૉઝિટીવ આવ્યા છે. ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું કે, "લોકો સાંભળી નથી રહ્યાં અને માટે જ મારે આ નિર્ણય લેવો પડ્યો છે. બોર્ડર્સ પણ બંધ કરાય છે કારણકે જે જિલ્લાઓમાં વાઇરસનાં કેસિઝ નથી ત્યાં તેનો પ્રસાર ન થાય." તેમણે ઉમેર્યું કે, "કરિયાણું, દૂધ, બેકરીની ચીજો, દવાઓ બધું જ મળશે અને લોકોએ ગભરાવાની જરૂર નથી. બધા ધાર્મિક સ્થળો બંધ રખાશે અને માત્ર ધાર્મિક મહંતો, પુજારી કે પાદરીઓ જ અંદર જઇને પ્રાર્થના કરી શકશે." 

આજે પંજાબનાં મુખ્ય મંત્રી અમરિંદર સિંઘે પણ દિવસની શરૂઆતમાં, "રાજ્યમાં ફુલ કર્ફ્યુની જાહેરાત કરી છે અને કોઇપણ છૂટછાટ ન આપવાની જાહેરાત કરી છે."  વડાપ્રધાને રાજ્ય સરકારોને લૉકડાઉન લાગુ કરવા કહ્યું છે તથા અપીલ કરી છે કે નાગરિકો આ મુદ્દાને ગંભીરતાથી લે. વડાપ્રધાને ટ્વિટ કર્યું હતું કે, "લોકો લૉક ડાઉનને ગંભીરતાથી નથી લઇ રહ્યા અને હું તેમને વિનંતી કરીશ કે પ્લિઝ તમારી જાતને તથા તમારા પરિવારની સલામતી ખાતર આ અનુસરો. હું રાજ્ય સરકારોને પણ કાયદો અને વ્યવસ્થા જળવાય તેની તકેદારી રાખાવ વિનંતી કરું છું."

 

covid19 coronavirus uddhav thackeray maharashtra mumbai