Corona Virus Outbreak: મહારાષ્ટ્રમાં લાગુ થશે 144, જાણો શું છે આ કલમ

Published: Mar 22, 2020, 16:06 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

મહારાષ્ટ્ર સરકારે આવતીકાલથી 31 માર્ચ સુધી રાજ્યમાં 144ની કલમ લાગુ કરી છે ત્યારે આ કલમ શું છે તે સમજીએ. સાથે જાણીએ શું છે કર્ફ્યુ અને લૉકડાઉન

આવતીકાલથી 31મી સુધી મહારાષ્ટ્રમાં લાગુ કરાઇ કલમ 144
આવતીકાલથી 31મી સુધી મહારાષ્ટ્રમાં લાગુ કરાઇ કલમ 144

144ની કલમ છેલ્લા એક-બે વર્ષમાં અનેકવાર આપણે કાને પડી છે. કાલથી મુંબઇમાં પણ કલમ 144 લાગુ કરાશે અને 31 માર્ચ સુધી તેમ જ સ્થિતિ હશે. આ સંજોગોમાં જાણીએ કે ખરેખર આ કલમનો અર્થ શું છે? જ્યારે પણ એવી કોઇ ઘટના ઘટે જેનાથી પરિસ્થિતિ સતત તંગ થતી જાય અને લોકો શાંતિ જાળવવાને બદલે અફરાતફરીની દિશામાં પ્રતિક્રિયા આપે ત્યારે સીઆરપી હેઠળની કલમ 144 લાગુ કરાય છે. 144ની કલમ હિંસા, હુમલો, દંગા-ફસાદ, તોફાનો, લૂંટફાટ જેવી સ્થિતિ ખડી થાય ત્યારે લાગુ કરાય છે. આ કલમ લાગુ કરાય પછી તે જ્યાં લાગુ કરાઇ હોય તે વિસ્તારનાં 4થી વધુ લોકો એક સાથે બહાર નથી નિકળી શકતા. 144ની કલમ લાગુ કરાઇ હોય ત્યારે દરેક નાગરિકની ફરજ બને છે કે તે તેનું પાલન કરે અને ઉલ્લંઘન ન કરે જો તે ઉલ્લંઘન કરે તો પોલિસ તેની ધરપકડ કરી શકે છે. કલમ 107 અથવા તો 151 હેઠળ ઉલ્લંઘન કરનારને અટકમાં લઇ શકાય છે અને 144નું ઉલ્લંઘન કરનારને જેલની સજા ફટકારવામાં આવે છે. આ એક બેલેબલ ઑફેન્સ છે. 

144ની ધારા ત્યારે જ લાગુ કરાય છે જ્યારે ઇમર્જન્સીની સ્થિતિ હોય અને સુરક્ષા સંબંધિત જોખમ હોય.  આ ધારા લાગુ કરાય તો ઇન્ટરનેટ સેવા પણ બંધ થઇ શકે છે પણ તે એક્સ્ટ્રીમ કેસિઝમાં જ બને છે. વળી આ ધારા લાગુ કરાઇ હોય ત્યારે હથિયાર રાખવા પર કે ધારણ કરવા પર પ્રતિબંધ હોય છે. 144ની ધારા વધુમાં વધૂ 2 મહિના સુધી જ લાગુ થઇ શકે છે પણ જોખમ લાગે તો તે 6 મહિના સુધી ખેંચી શકાય છે. 

કર્ફ્યુ પ્રશાસન દ્વારા લાગુ કરાય છે અને તે પણ અશાંતિ ટાળવા અને મુશ્કેલીની સ્થિતિ ટાળવા માટે લાગુ કરાય છે. વિશિષ્ટ સંજોગોમાં કર્ફ્યુ લાદવા માટે વહીવટી તંત્ર પાસે કાનૂની અધિકાર છે અને આ દરમિયાન લોકોએ ફરિજયાત ઘરમા ંરહેવું પડે છે અને કર્ફ્યુનો ભંગ કરનાર સામે કાનૂની કાર્યવાહી થઇ શકે છે. અનિવાર્ય સંજોગો હોય તો પણ પોલીસ પરમિશન કે કર્ફ્યુ પાસ વગર લોકો બહાર ન નિકળી શકે. ટ

પરંતુ જનતા કર્ફ્યુ સ્વંયુભૂ છે તે સંજોગોને ધ્યાનમાં રાખીને નાગરિકો સ્વૈચ્છિક રીતે પાળે છે અને તે સમજદારી ભરી અપીલ અને સ્થિતિ છે. જનતા કર્ફ્યુમાં તમે બહાર નિકળો તો તમારી પર કોઇ કાનૂની કાર્યવાહી નથી થતી. જો બહાર નિકળવું જ પડે તો ઓળખનો પુરાવો જરૂરી છે. 

લૉકડાઉન એટલે કે આફતની સ્થિતિમાં ચોક્કસ વિસ્તારનાં લોકોને તેમના વિસ્તાર પૂરતાં જ મર્યાદીત કરી દેવાં. લોકડાઉનનો હેતુ કોરોનાની સ્થિતિમાં એટલો જ છે કે લોકો સંપર્કમાં ન આવે અને રોગચાળો અટકે. લૉકડાઉન દરમિયાન ઘરની બહાર નિકળવાની મનાઇ હોય છે પરંતુ ચીજ-વસ્તુઓ ખરીદવા જવું પડે તો તેનું નક્કર કારણ દર્શાવવું જરૂરી છે. વૃદ્ધો કે બાળકો બહાર નીકળે તો તેમણે એકલા ન નીકળવું અને તેમને બહાર નીકળવાનું ચોક્કસ કારણ પણ હોવું જરૂરી છે નહિંતર કાનૂની કાર્યવાહી થઇ શકે છે. લોકાડઉન દરમિયાન અનિવાર્ય સેવાઓ મળે છે પણ ઓળખપત્ર વિના બહાર ન જઇ શકાય.  

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK