11 September, 2025 08:35 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
તાજેતરમાં મુંબઈના બે મોટા પ્લાન્ટમાં ગૅસ લીક થવાના બનાવ બન્યા હતા. એને કારણે પ્લાન્ટ પર કામ કરતા કામદારોની સાથે આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોના સ્વાસ્થ્યને અસર થાય છે. તેથી બૉમ્બે હાઈ કોર્ટે જાતે જ આ બાબતે રાજ્ય સરકાર પાસે રિપોર્ટ માગ્યો છે તેમ જ અસરગ્રસ્ત વિસ્તારોમાં ન્યાય વિભાગના અધિકારીઓ જઈને તપાસ કરશે એમ જણાવ્યું હતું.
પાલઘરના તારાપુરમાં મેડલી કંપનીમાં ગૅસ લીક થવાને કારણે ૪ કામદારોએ જીવ ગુમાવ્યો હતો. ચેમ્બુરના રાષ્ટ્રીય કેમિકલ્સ ઍન્ડ ફર્ટિલાઇઝર્સના પ્લાન્ટ અને તારાપુરમાં આરતી ડ્રગ્સ લિમિટેડના પ્લાન્ટ્સમાં પણ ગૅસ લીક થવાના બનાવો બન્યા હતા. આ બનાવો માટે અખબારમાં પ્રકાશિત અહેવાલોને ધ્યાનમાં લઈને બૉમ્બે હાઈ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ શ્રી ચંદ્રશેખર અને ન્યાયાધીશ ગૌતમ અણખડની ખંડપીઠે સુઓ મોટો અરજી કરી છે