15 June, 2025 06:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કૅપ્ટન સુમિત સભરવાલ
ઍર ઇન્ડિયાના ડ્રીમલાઇનરમાં કુલ ૧૨ ક્રૂ-મેમ્બર્સ હતા. એમાં સૌથી સિનિયર હતા સુમિત સભરવાલ. સુમિત સભરવાલને ૮૦૦૦+ કલાકનો ફ્લાઇંગ એક્સ્પીરિયન્સ હતો. ફ્લાઇટ સેફ્ટી ચેકમાં પણ તેઓ એક્સપર્ટ હતા. પવઈના જલવાયુ વિહારમાં ૯૦ વર્ષના પપ્પા સાથે તેઓ રહેતા હતા. ૫૭ વર્ષના સુમિત સભરવાલ થોડા સમયમાં જ રિટાયર થવાના હતા, પરંતુ પપ્પા સાથે સમય વિતાવવા માટે તેઓ જલદી રિટાયર થવાનું વિચારતા હતા. તેમની મોટી બહેન દિલ્હીમાં રહે છે અને બન્ને ભાણેજ તેમની જેમ કમર્શિયલ પાઇલટ છે. સુમિત સભરવાલના પિતા દીકરાના ખબર સાંભળીને આઘાતમાં ડૂબી ગયા હતા.